હોસ્પીટલમાં જગ્યા છે, ઓક્સીજન છે- તો આવા દ્રશ્યો કેમ સર્જાય રહ્યા છે?- જુઓ ક્યાં પત્નીએ તેના પતિને મોઢેથી દીધો શ્વાસ

કોરોના વાઈરસે આખા દેશને પોતાના ભરડામાં લીધું છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી…

કોરોના વાઈરસે આખા દેશને પોતાના ભરડામાં લીધું છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતો ભારત દેશ હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. ઓક્સીજનના અભાવના કારણે દરરોજ ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

ઓક્સિજનનો અભાવ લોકોને મોતના મુખમાં કેવી રીતે ધકેલી રહ્યું છે તેનું તાજુ ઉદાહરણ યુપીના આગ્રા શહેરમાં જોવા મળ્યું. કોરોના રોગચાળાની મુશ્કેલ પરિસ્થિતિને કારણે હોસ્પીટલમાં બેડ અને ઓક્સીજન ન મળતા પતિએ તેની પત્નીના ખોળામાં જ અંતિમ શ્વાસ લીધા હોવાની ઘટના સામે આવી છે. લાખ પ્રયત્નો કર્યા પછી પણ એક પત્ની પતિને બચાવી શકી નહીં અને પત્નીના ખોળામાં જ પતિનું મોત નીપજ્યું હતું. જેણે પણ આ દ્રશ્ય જોયું તે ભયભીત થઈ ગયું. આ દરમિયાન ત્યાં હાજર લોકોની આંખમાંથી આંસુ સારી પડ્યા હતા.

ઓક્સિજનના અભાવે પત્નીને એટલી લાચાર બનાવી દીધી કે, તેના મોંથી આપેલા શ્વાસ પણ પતિને બચાવી શક્યા નહીં. જ્યારે પતિને ઓક્સિજન ન મળ્યું, ત્યારે પત્નીએ તેના મોઢાથી શ્વાસ આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે પ્રયાસ પણ નિરર્થક ગયો. ઓટો રિક્ષામાં બેસીને પોતાના મોઢાથી શ્વાસ આપતી આ મહિલાની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

રેણુ સિંઘલ આગ્રાના વિકાસ કોલોની સેક્ટર-7 ની રહેવાસી છે. અચાનક જ તેના પતિ રવિ સિંઘલની તબિયત લથડતી ગઈ. શ્વાસ લેવામાં તકલીફ પાડવા લાગી હતી. પતિની તબિયત બગડતી જોઈને પત્ની ઓટોમાં હોસ્પિટલ લઇ ગઈ. પત્ની રેણુ સિંઘલ ઓટોમાં પતિને લઈને રામા હોસ્પિટલ, સાકેત હોસ્પિટલ અને કેજી નર્સિંગ હોમમાં સારવાર માટે ભટકતી તેમ છતાં સારવાર ન મળી શકી.

આખરે રેણુ સિંઘલ ઓટોમાં બીમાર પતિ સાથે એસ.એન.મેડિકલ કોલેજ પહોંચી હતી. રસ્તામાં તે વારંવાર તેના પતિને પોતાના મોઢાથી શ્વાસ આપવાનો પ્રયાસ કરતી હતી. એસ.એન.મેડિકલ કોલેજના ડોકટરોએ તેને જોયા બાદ મૃત જાહેર કર્યો હતો. રેણુ આ શબ્દો સાંભળ્યા ભાળ તેના આંસુ રોકી ન શકી.

પતિને બચાવવાની કોશિશ કરતી મહિલાની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંતુ સવાલ એ છે કે, ઓક્સિજનના અભાવને કારણે હજુ દેશમાં કેટલા લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે? દેશમાં લોકો ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ જેવા ભયાનક દ્રશ્યને ક્યાં સુધી જોતા રહેશે? સરકાર આ અંગે ક્યારે વિચારણા કરશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *