કતારગામ-અમરોલી બ્રિજ પર બાઈક અકસ્માતમાં યુવકને ભરખી ગયો કાળ- ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત

સુરત(Surat): શહેરમાં કતારગામ-અમરોલી બ્રિજ(Katargam-Amaroli Bridge) પર ભયંકર અકસ્માત(Accident) થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર…

સુરત(Surat): શહેરમાં કતારગામ-અમરોલી બ્રિજ(Katargam-Amaroli Bridge) પર ભયંકર અકસ્માત(Accident) થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં રહેતો યુવક કોઈ કામ પરથી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત થતાં કરુણ મોત મળ્યું હતું. કતારગામ-અમરોલી બ્રિજ પર ગંભીર અકસ્માત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. બ્રિજ પર મૃતદેહ પડેલો હોવાથી થોડા સમય માટે લાંબો ટ્રાફિક જામ સર્જાઈ જવા પામ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કતારગામ વિસ્તારની ખોડીયાર કૃપા સોસાયટીમાં રહેતા જીગ્નેશ ચૌધરી નામનો યુવક કામ પરથી ઘર તરફ પરત ફરી રહ્યો હતો. ડ્રાઇવર તરીકે કામ કરી રહેલ જીગ્નેશ પોતાની બાઈક લઈને કતારગામ-અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમય દરમિયાન ત્યાં નીચે પડેલો જોવા મળ્યો હતો. અકસ્માત અંગે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જીગ્નેશની બાઈકને કોઈએ ટક્કર મારી છે કે બાઈક સ્લીપ થઈ છે તે અંગેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અકસ્માત કેવી રીતે થયો છે તે અંગે હજી સુધી કોઈ સચોટ માહિતી સામે અવી નથી: જીગ્નેશ ચૌધરીના પરિવારજનોએ જણાવતા કહ્યું છે કે, અકસ્માત કેવી રીતે થયો છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જીગ્નેશ ચૌધરીની ઉંમર 45 વર્ષની છે અને તે ડ્રાઇવિંગનું કામ કરી રહ્યો હતો. ઘરે પરત ફરતા સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશની બાઈકને કોઈએ ટક્કર મારી છે કે કેમ તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જીગ્નેશના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. કહ્યું હતું કે, અમને જ્યારે માહિતી મળી ત્યારે જીગ્નેશ ઘટનાસ્થળ પર જ મોતને ભેટ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *