સોશિયલ મીડિયા (Social media) પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક પક્ષી હજારો ફૂટની ઊંચાઈએ ઉડતું જોવા મળી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ પક્ષીની સાથે એક વ્યક્તિ પણ હવામાં ઉડી રહ્યો છે. પૃથ્વીનો અદ્ભુત નજારો ઊંચાઈ પરથી પણ જોઈ શકાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ પેરાશૂટની મદદથી હવામાં ઉડી રહ્યો છે. તેની સાથે એક પક્ષી પણ હવામાં ઉડી રહ્યું છે. લીલા જંગલો અને ઊંચી ઇમારતો નીચે દૃશ્યમાન છે. એવું લાગે છે કે તે ગીધ અથવા ગરુડ જેવું પક્ષી છે.
આ વિડિયો હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ધ ગ્રેટ પ્લેનેટ નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં વ્યક્તિ પક્ષી સાથે હવામાં ઉડતો જોવા મળે છે. તેણે ઉડવા માટે પેરાશૂટ કે ગ્લાઈડરનો ઉપયોગ કર્યો છે. વીડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો બ્રાઝિલના સેરા દા અરતાન્હાનો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પક્ષી ક્યારેક-ક્યારેક વ્યક્તિના ગ્લાઈડર/પેરાશૂટ પર બેસી જાય છે અને વ્યક્તિ તેને સ્નેહ કરવા લાગે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 14 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે પક્ષી તે વ્યક્તિનું પાલતુ છે કારણ કે તેના પગ પર ટેગ બાંધેલું જોવા મળે છે. તે જ સમયે, કેટલાક લોકોએ કહ્યું કે આ વીડિયો રોમાંચક છે. ઘણા યુઝર્સે એમ પણ કહ્યું કે જો પક્ષી તેનો પંજો પેરાશૂટ પર અથડાવે તો તે વ્યક્તિ અકસ્માતનો શિકાર બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.