આપણે જાણીએ છીએ કે, દહેજ આપવાની પ્રથા આજ સુધી પણ ચાલુ છે. પરંતુ આ દહેજ ઘણાં લોકોને મારી નાખે છે, જે આશ્ચર્યજનક છે. ફિરોઝાબાદના મોહમ્મદ રઝાક સાથે પણ આવું જ કઈક બન્યું હતું, તે તેની બહેનના લગ્નમાં મોટરસાયકલ ન આપી શક્યો તો તેને મારી નાખવામાં આવ્યો.
લોકડાઉનને ઓછા ખર્ચે લગ્ન માટે એક વરદાન માનવામાં આવતું હતું. જ્યારે મોહમ્મદ રઝાકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. મહમદ રઝાક તેની બહેન રેશ્મા સાથે ગુડ્ડુ નામના વ્યક્તિ સાથે લગ્ન કરાવે છે. પરંતુ ગુડ્ડ રેશ્માને ત્રાસ આપતો હતો, અને મોટર સાયકલની માંગણી કરી હતી.
જ્યારે તેનું ઘર રેજમા પોલીસ સ્ટેશન નરખી વિસ્તારમાં હતું ત્યારે ગુડ્ડુ ત્યાં પહોંચ્યો હતો. તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી, આ પછી ગુડ્ડુએ પિસ્તોલ કાઢીને રઝાકની છાતીમાં ગોળી મારી દીધી હતી. રઝાકને સરકારી ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો હતો પરંતુ હાલત ગંભીર હોવાથી તેને આગ્રામાં રિફર કરવામાં આવ્યો હતો.
રઝાકના પરિવારે ગુડ્ડુને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. એસપી સિટી મુકેશચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે, ગુડ્ડુની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી એક પિસ્તોલ અને બે કારતૂસ મળી આવ્યા છે. ઘાયલને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle