સુરતમાં 48 કલાકમાં વધુ એક પતિ હેવાન બન્યો: ઊંઘતી પત્નીને ગળું કાપીને પતાવી દીધી, જાણો સમગ્ર મામલો

Surat Crime News: સુરતના ગોડાદરા વિસ્તારમાં ચકચારીત હત્યાનો બનાવ સામે આવ્યો છે.જેમાં પતિએ પત્નીની ચપ્પુ વડે ગળું કાપીને ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.બે દીકરીની (Surat Crime News) નજર સામે જ પત્નીની હત્યા કરવામાં આવતા દીકરીઓએ બુમાબૂમ કરી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે મહિલાને મૃત જાહેર કરાઈ હતી.

સુરતમાંથી ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો
મૂળ અમરેલી જિલ્લાના અને ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયાના પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક ત્રણ વર્ષની અને એક આઠ વર્ષની એમ બે દીકરી છે. તેમજ જયસુખભાઈ ક્યારેક-ક્યારેક જ છૂટક મજૂરીએ જતા હતા. જ્યારે તેમના પત્ની નમ્રતાબેન સાડી અને ચણીયા ચોલી સહિતની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા.

ઝગડો થતા પત્નીના ગળા પર ચપ્પુ ફેરવી દીધું
બધા પોતપોતાના રૂમમાં સુવા ગયા ત્યારે રાત્રિ દરમિયાન નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન રાત્રે એક વાગ્યા આસપાસ જયસુખભાઈએ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી નાખ્યું હતું ત્યારે રૂમ લોહીલુહાણ થઈ ગયો હતો.

બંને દીકરીઓની સામે જ પિતાએ માતાની હત્યા કરી હતી ત્યારે મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જોતા બુમાબુમ કરી હતી.

ડોકટરે મૃત જાહેર કર્યા
આ ઘટના બાદ દીકરીએ દાદાને ઉઠાડ્યા બાદ નમ્રતાબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ નમ્રતાબેનને મૃત જાહેર કર્યા હતા. આ અંગે તાત્કાલિક ઘોડાદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી.