મિત્રો, સમગ્ર દેશભરમાં દરરોજ સેકંડો દીકરીઓ નરાધમોની હવસનો શિકાર થઇ રહી છે. રોજબરોજ દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હવે આ નરાધમોએ મૂંગા પશુઓને પણ નથી છોડ્યા. હાલ આવી જ એક રુવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે, જેમાં એક હવસના પૂજારીએ કુતરી સાથે હેવાનિયતની તમામ હદો પાર કરી છે.
દિલ્હીના હરિનગર સ્થિત એક પાર્કમાં એક વ્યક્તિએ કુતરી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ વ્યક્તિ જ્યારે માદા કૂતરા પર દુષ્કર્મ કરી રહ્યો હતો ત્યારે કોઈએ તેનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ત્યાના સ્થાનિક લોકોએ હરિનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. આ અંગે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
what is the responsibility of someone who is in power? Is it to do they merely have an obligation to refrain from misuse of that power?Or does it become one’s duty to protect those without it? Harinager SHO Denied FIR on #DOG #RAPE @DelhiPolice Waiting for women be raped for FIR? pic.twitter.com/TVmJDpaBoU
— Tarun Agarwal- Anti-Cruelty Officer (@Pfa_AntiCruelty) February 25, 2023
માનવતાને શર્મસાર કરે તેવી એક ઘટના રાજધાની દિલ્હીથી સામે આવી છે. અહીં એક વ્યક્તિએ મૂંગા પ્રાણી પર દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો મામલો દિલ્હીના હરિનગર પોલીસ સ્ટેશનનો છે. મળતી માહિતી મુજબ, અહીં આવેલ એક પાર્કમાં એક વ્યક્તિએ માદા કૂતરાને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ વ્યક્તિ જ્યારે માદા કૂતરા પર દુષ્કર્મ કરી રહ્યો હતો તે દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવી લીધો હતો.
જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે ત્યાના સ્થાનિક લોકોએ 25 ફેબ્રુઆરી ના રોજ હરિનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે રવિવારે એટલે કે 26 ફેબ્રુઆરીએ કલમ 377/11 અને એનિમલ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ વીડિયો ક્યારનો છે અને મુંગા જાનવર પર અત્યાચાર કરનાર વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પહેલા 25 ફેબ્રુઆરીએ એનિમલ એન્ટી ક્રુઅલ્ટી સેલ ઓફિસર તરુણ અગ્રવાલે સોસીયલ મીડિયા પર તેનો વીડિયો શેર કરતા- લખ્યું કે પોલીસે આ અંગે કોઈ કેસ નોંધ્યો નથી. તરુણે વધુ કેહતા, “સત્તામાં રહેલા લોકોની જવાબદારી શું છે? શું તેમની સત્તાનો દુરુપયોગ ન કરવાની તેમની એકમાત્ર જવાબદારી છે?” આ ટ્વીટમાં તેમણે આરોપ લગાવ્યો કે હરિનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કૂતરા સાથેના દુષ્કર્મ બદલ એફઆઈઆર લખવાની ના કેહવામાં આવી હતી.આ વિષે તેમણે કહ્યું કે, શું દિલ્હી પોલીસ મહિલાઓ પર દુષ્કર્મ થાય તેની રાહ જોઈ રહી છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.