લીલીયામાં ગાયની જેમ સિંહને હાંકતા જોવા મળ્યો વ્યક્તિ, વિડીયો જોઈ તમે પણ ધ્રુજી ઉઠશો

Liliya Lion Rescue: ગુજરાતના અમરેલીમાં રેલ્વેસ્ટેશન પાસેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સિંહ રેલ્વે ટ્રેક (Liliya Lion Rescue) પર ચાલતો હોય છે. ત્યારબાદ વન વિભાગના કર્મચારીએ સિંહને ડર્યા વગર લાકડી દ્વારા જ હંકારતો દેખાઈ રહ્યો છે. આ વિડીયો જોઈ લોકો અચંબો પામી ગયા છે. ઘણા લોકો વન વિભાગના કર્મચારીની હિંમતના વખાણ કરી રહ્યા છે.

જાણકારી અનુસાર આ મામલો ગુજરાતમાં અમરેલી જીલ્લા રેલવે ડિવિઝનમાં લીલીયા સ્ટેશનની નજીકનો છે. અહીંયા મોટાભાગના વિસ્તારોમાં સિંહનો વસવાટ જોવા મળે છે. હવે અહીંયા રેલ્વે ફાટક પાસે ટ્રેક પાર કરતા સિંહનો વિડીયો સામે આવ્યો છે.

પહેલા પણ સિંહના આવા વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે, જેમાં રેલ્વે વિભાગ દ્વારા કેટલાક વીડિયોની પુષ્ટિ પણ કરવામાં આવી છે. હાલમાં જે વિડીયો વાયરલ થયો તેમાં વન વિભાગના એક કર્મચારીએ સિંહને ગાય-બકરીની જેમ લાકડી વડે ભગાડતા જોવા મળ્યો છે. આ વિડીયો જોઈ કર્મચારીની કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે.

વન વિભાગના કર્મચારી સિંહને રેલવે ટ્રેક પરથી લાકડી વડે ભગાડી રહ્યો છે. રેલવેના પી.આર.ઓએ ટેલીફોન પર જણાવ્યું કે આ ઘટના 6 જાન્યુઆરીના રોજ બપોરે 3:00 વાગ્યાની છે. લીલીયા સ્ટેશનના ગેટ નંબર LC-31 પાસે સિંહ ટ્રેક પાર કરી રહ્યો હતો, જેને વન વિભાગના કર્મચારીએ ટ્રેક પરથી હટાવ્યો હતો. રાજ્યમાં આ સમયે ખૂબ ઠંડી પડી રહી છે.

ગ્રામીણ વિસ્તારમાં સિંહની સુરક્ષા માટે વન વિભાગના કર્મચારીઓ ખરાદિલથી ફરજ બજાવી રહ્યા છે. રેલવે પણ સતર્ક છે. રેલ્વેના પી.આર.ઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. લોકોએ વન વિભાગના કર્મચારીની હિંમત અને કામગીરીની ખૂબ પ્રશંસા કરી છે.