તમિલનાડુમાં આવેલ ચેન્નઇમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કથિત રીતે માર માર્યા પછી એક શખ્સે ઘરનું ભાડુ ચૂકવી ન શકતાં તેણે પોતાને જ આગ લગાડી દીધી હતી. એ જ સમયે, આગને લીધે વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું.
હકીકતમાં, તો રાજ્યમાં લોકડાઉનને લીધે શ્રીનિવાસન નામનાં પેઇન્ટર કામનાં અભાવે કુલ 4 મહિનાથી ઘરનું ભાડું ચૂકવવા માટે અસમર્થ હતા. ભાડુ ન ચૂકવવાને લીધે, તેનાં મકાનમાલિક એવું ઇચ્છતા હતા, કે તે ઘરને ખાલી કરે, પણ શ્રીનિવાસનએ આની માટે થોડો સમય માંગ્યો. ત્યારપછી મકાનમાલિકે પોલીસને પણ બોલાવી હતી.
ત્યારબાદ એક ઈન્સ્પેક્ટરએ કથિત રૂપે શ્રીનિવાસનને માર પણ માર્યો હતો. આ કારણે ચોંકી ઉઠેલ શ્રીનિવાસે પોતાને જ આગ ચાંપી દીધી હતી. પીડિત 80% બળી ગયેલ છે, તેમજ તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેણે તેનાં સંબંધીને જણાવ્યું હતું, કે ઈન્સ્પેકટરે જ તેને માર માર્યો હતો. શ્રીનિવાસે જણાવતાં કહ્યું, કે એ લોકો એવું ઇચ્છે છે કે હું ઘરને ખાલી કરું.
જો, કે શ્રીનિવાસનનો જીવ બચી શક્યો ન હતો તથા હોસ્પિટલમાં જ તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં આરોપી એવાં ઈન્સ્પેક્ટર સેમ બેનસનને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એક ખાનગી ન્યુઝ એજન્સી સાથે વાત કરતા ચેન્નાઈનાં પોલીસ કમિશનર મહેશકુમાર અગ્રવાલે જણાવતાં કહ્યું, કે આ કેસની કાર્યવાહી ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP