રામમંદિર નિર્માણ થાય એ માટે આજથી 30 વર્ષ અગાઉ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માની હતી આ માનતા- જાણો આ વિશે

હાલમાં શ્રીરામ મંદિરની ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે, તથા 2 દિવસ બાદ અયોધ્યામાં પણ દિવાળી આવી રહી છે, ત્યારે શ્રીરામ મંદિર બને ત્યારબાદ જ…

હાલમાં શ્રીરામ મંદિરની ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે, તથા 2 દિવસ બાદ અયોધ્યામાં પણ દિવાળી આવી રહી છે, ત્યારે શ્રીરામ મંદિર બને ત્યારબાદ જ મીઠાઈ ખાઈશ. આવી કઠોર પ્રતિજ્ઞાનો કુલ 30 વર્ષે આજે જોગાનુજોગ આવ્યો છે.

હવે આપનાં મનમાં પ્રશ્ન થશે જ કે આવી કોણે લીધી હતી પ્રતિજ્ઞા ? તેમજ કોને કરાવ્યા મો મીઠા ? આ બધાં પ્રશ્નનાં ઉત્તર છે, રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. આ વિશે મળતી જાણકારી મુજબ, ગુજરાત સરકારનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે જ યોગાનુયોગ અમરેલી જિલ્લાનાં નેતા દિલીપ સંઘાણીનાં અતિથી બન્યા હતા.

ત્યારે આજથી 30 વર્ષ અગાઉ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રામમંદિરની વાત તથા ચર્ચા નીકળતા એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધીમાં રામમંદિરનું નિર્માણ કાર્ય નહીં થાય ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાવ તેમજ ત્યારપછી થોડાં સમય પછી જ દિલીપભાઈ સંઘાણી તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા યોગાનુયોગ અયોધ્યા પણ ગયા હતા.

ત્યાં જઈને શ્રીરામ લલ્લાની મૂર્તિની સામે જ આ પ્રતિજ્ઞાને જાહેર કરી હતી. જ્યાં સુધી શ્રીરામ મંદિરનો પ્રશ્નનો અંત ન થાય ત્યાં સુધી હું મિઠાઈ નહી ખાવ તેમજ જ્યારે આ પ્રતિજ્ઞાને પૂર્ણ થતાં જ આજે કુલ 30 વર્ષના વાણા વાઈ ગયા છે.

આજે યોગાનુયોગ દિલીપ સંઘાણીનાં ઘરે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આવ્યા હતા તથા અચાનક જ એમની આ બાધાની વાતને યાદ કરતા દિલીપભાઈ ભુપેન્દ્રસિંહને કહ્યું હતું કે, હવે તો દેશનાં PM નરેન્દ્ર મોદી અયોધ્યા આવશે તથા શ્રીરામ મંદિરનો મુદ્દો તમારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરશે.

તેમણે ઉમેરતાં કહ્યું હતું કે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આ પ્રતિજ્ઞાનો હું સાક્ષી રહેલો છું, તથા આજે એ મુદ્દો પૂર્ણ પણ થાય છે, તેનો પણ હું સાક્ષી રહેલો છું.એટલે, કે હવે આજે આપને હું મારા હાથે જ મોં મીઠા કરાવવાનો છું, તથા પ્રતિજ્ઞા પૂર્ણ કરો એમ કહેતા જ દિલીપભાઈ સંઘાણી તથા સાંસદ નારણભાઇ કાછડીયા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મીઠાઈ પણ ખવડાવી હતી.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને શંખનાદની સાથે જય શ્રીરામનાં નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા તથા નેતાઓ પણ હાજર રહ્યા હતા.અહિ ઉલ્લેખનીય છે, કે શિક્ષણ તથા કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એ ખૂબ જ ધાર્મિક છે.

તેઓ અંબાજી, સોમનાથ, ભાવનગર સહિતનાં ખોડિયાર માતાના મંદિરે પણ નિયમિત રીતે દર્શન કરવા માટે જાય છે. આવી જ રીતે તેઓ ઘણી ઇચ્છાઓ પૂરી થાય એની માટે બાધા રાખવા માટે પણ જાણીતા થયાં છે, તેમજ અયોધ્યામાં શ્રીરામ મંદિરનો માર્ગ મોકળો થયો એ પછીથી સચિવાલયમાં પણ ઘણાં બાબુઓ  એકબીજાંની વાતચીતમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો ઉલ્લેખ સાહેબ તરીકે નહીં પણ બાધા મંત્રી તરીકેની કરે છે.

આની પાછળનો તર્ક જણાવતાં એક અધિકારીએ પણ જણાવ્યું હતું, કે એક તો બાપુ ધાર્મિક છે. તેઓ ઘણી બાધાઓ પણ રાખતા હોય છે. બીજુ એ કે બાપુએ અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થાય તેની માટે મીઠાઇ નહીં ખાવાની પણ બાધા રાખી હતી તેમજ એમની આ બાધા ફળી રહી છે.

પહેલાં પણ ‘નર્મદા યોજના’ પૂરી થાય એની માટે પણ બાપુએ બાધા રાખેલ હતી જે બાધા પણ ફળી હતી. બાપુની શ્રીરામ મંદિર નિર્માણ કાર્યની બાધા અંગે માહિતી મળી ત્યારે IAS અધિકારીઓમાં એવા પ્રશ્ન અંગે પણ ચર્ચા થઇ હતી કે બાપુને ડાયાબિટીસ છે કે નહીં.

આનાં ઉત્તરમાં બાપુની સાથે ઘરોબો ધરાવતા એક અધિકારીએ હસતા હસતાં જ ઉત્તર આપ્યો હતો, કે બાપુએ શ્રીરામ મંદિરનાં નિર્માણ કાર્ય માટે મીઠાઈ ન ખાવાની બાધા રાખ્યા પછી પણ એમને ડાયાબિટીસ થયો હતો. આ સાંભળીને ઘણાં અધિકારીઓ હસવાનું પણ રોકી શક્યા ન હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *