જે વ્યક્તિને બેંકના કેશ રૂમનું સંચાલન કરવાની જવાબદારી આપવામાં આવી હતી, તેના પર 62 લાખ રૂપિયાની ચોરીનો આરોપ છે. આ કેસ અમેરિકાના નોર્થ કેરોલિનાનો છે. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, વેલ્સ ફાર્ગો બેંકે મહત્વાકાંક્ષી રેપર પર લાખો રૂપિયાની ચોરીનો આરોપ લગાવ્યો છે.
29 વર્ષીય આર્લેન્ડો હેન્ડરસન પર આરોપ છે કે તેણે ચોરીને પહેલા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં તેણે તેની લક્ઝરી લાઇફ અને રોકડના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યું હતું. હેન્ડરસનને મોંઘા કપડાં, ઝવેરાત અને મોટા-મોટા બીલની નકલ સોશ્યલ મીડિયા પર શેર કરી હતી.
હેન્ડરસન કેશ પણ કેટલાક ફોટામાં લહેરાતા જોઇ શકાય છે. ચાર્લોટની ફેડરલ કોર્ટમાં હવે સુનાવણી ચાલી રહી છે. ગયા અઠવાડિયે હેન્ડરસનની સાન ડિએગોથી ધરપકડ કરવામાં આવી હતી. હેંડરસન પર ચોરી, છેતરપિંડી અને 34 જેટલા આરોપ મુકાયા છે.
શરૂઆતમાં, હેન્ડરસન થોડી રકમ ચોરી ગયો, પરંતુ પછીથી તેને પ્રોત્સાહન મળ્યું. એકવાર તેણે સીધા બેંકમાંથી 95 હજાર રૂપિયાની ચોરી કરી હતી. આ પૈસાથી હેન્ડરસન મોંઘા કપડાં, ઘરેણાં અને મર્સિડીઝ કાર ખરીદ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.