1400 કિલોમીટર મૂસાફરી કરી ઓકસિજન સિલિન્ડર લઈને મિત્રની મદદે પહોચ્યો આ યુવાન

કોરોનાના સંક્રમણમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ કોરોના કેટલાય લોકોને ભરડામાં લઇ ચુક્યો છે અને બીજા કેટલાક લોકોને પોતાના સકંજામાં…

કોરોનાના સંક્રમણમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ કોરોના કેટલાય લોકોને ભરડામાં લઇ ચુક્યો છે અને બીજા કેટલાક લોકોને પોતાના સકંજામાં લેશે એ તો આવનારો સમય જ બતાવી શકશે. ત્યારે આવી પરિસ્થિતિમાં અનેક લોકો એક બીજાની મદદ કરવા હાથ ફેલાવી રહ્યા છે. ત્યારે જ એક પાક્કી મિત્રતાનો કિસ્સો સામે આવ્યો છે, તો ચાલો જાણીએ વિગતવાર…

આ કોરોનાના વધી રહેલા આંતકમાં પોતાના સગા સબંધીઓનો જીવ બચાવવા માટે વ્યક્તિ કઈ પણ હદ પાર કરી શકે છે. ત્યારે આવા કપરા કાળમાં ઓક્સીજન અને સીલીન્ડર માટે લોકો હજારો રૂપિયા કાળાબજારીયાઓને આપી રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં ઝારખંડના બોકારમાં વસતા એક યુવકે નોયડામાં રહેલા પોતાના ખાસ મિત્રનો જીવ બચાવવા માટે ઓક્સીજન સીલીન્ડર પોતાની કારમાં સાથે લઈને 1400 કિલોમીટર દુર પહોચ્યો હતો અને આ વાતની જાણ થતા જ લોકો બંને દોસ્તોની મિત્રતાના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

ઝારખંડના બોકારમાં રહેતા દેવેન્દ્રને જાણ થઈ હતી કે, નોયડામાં રહેતા તેમના ખાસ મિત્ર અને આઈટી કંપનીમાં કામ કરી રહેલા રંજન અગ્રવાલ કોરોના સંક્રમિત થયો હતો અને એ હોસ્પીટલમાં દાખલ છે. પરંતુ તેમના માટે ઓક્સિજનની સુવિધા નથી થઈ શકી તેની જાણકારી મળતા જ દેવેન્દ્ર રવિવારે બપોરે બોકારોમાં ગમે ત્યાંથી ઓક્સીજન સીલીન્ડરની વ્યવસ્થા કરીને પોતાની કારમાં નોયડા જવા નીકળી ગયો હતો.

દેવેન્દ્રએ કહ્યું હતું કે બોકારોમાં ઓક્સીજન સીલીન્ડરની વ્યવસ્થા કરવી આસન નહોતી પરંતુ મે ગમેં તેમ કરીને ખાલી ઓક્સીજન સીલીન્ડર ગોત્યું અને તેમાં ઓક્સીજન નખાવ્યો.

દેવેન્દ્રએ કહ્યું છે કે, એ જયારે બિહાર અને યુપી બોર્ડર પર પહોચ્યો ત્યારે મને પોલીસે રોક્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછ દરમિયાન મેં તેમને નોયડા જવાનું કારણ કહ્યું અને ત્યારે મને પોલીસે જવા દીધો હતો. અત્યારે હાલમાં મારો મિત્ર સ્વસ્થ છે અને મારો મિત્ર સંપૂર્ણ પણે સાજો ના થઈ જાય ત્યાં સુધી હું અહિયાં જ રહીશ. સલામ છે આવી મિત્રતાને જે પોતાના મિત્રનો જીવ બચાવવા 1400 કિલોમીટરની મુસાફરી કતી તેમના મિત્ર પાસે પહોચ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *