ભારતમાં પિતા… તો કેનેડામાં દીકરી, ઘણા સમયે પછી મળેલા બાપ-દીકરીના મિલનનો વિડીયો તમને પણ રડાવી દેશે

Dad gave his daughter a surprise in Canada: આપણા દેશમાંથી ઘણા લોકો વિદેશ જતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ પણ વિદેશમાં ભણવા માટે અને કમાવવા માટે પણ જાય છે, ત્યારે ભણવા જતા વિદ્યાર્થીઓ અભ્યાસની(Dad gave his daughter a surprise in Canada) સાથે સાથે પોતાનો ખર્ચ પૂર્ણ કરવા માટે કામ પણ કરતા હોય છે, ત્યારે તેમને પોતાના પરિવારની યાદ આવતી હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પિતા પોતાની દીકરીને સરપ્રાઈઝ આપવા માટે કેનેડા જાય છે.

કેનેડામાં રહેતી એક દીકરી પોતાના પપ્પાને અચાનક સામે જોઈને પોતાના આંસુ રોકી શકતી નથી. તે જ સમયે, પિતાના ચહેરા પરના હાવભાવ ઓછા ભાવનાત્મક નથી. પિતા કેનેડામાં અભ્યાસ માટે રહેતી દીકરીને ભારતમાંથી અચાનક મુલાકાત લઈને આશ્ચર્યચકિત કરે છે અને આ સુંદર ક્ષણ પણ કેમેરામાં કેદ કરે છે.

આ ઈમોશનલ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું છે કે, ‘જ્યારે મેં મારા પિતાને જોયા, ત્યારે મારું હૃદય આનંદથી ઉછળી ગયું. ભારતથી કેનેડા આવીને તેમણે મનેખુબ આશ્ચર્યચકિત કરી દીધી. આ મારા જીવનની ખુબ જ આનંદની ક્ષણ છે. જ્યારે પપ્પાએ દરવાજામાં પગ મૂક્યો, ત્યારે હું ખુબ જ ચોંકી ગઈ અને ભાવુક થઈ ગઈ. મને વિશ્વાસ ન હતો કે તે મને મળવા તેઓ લાંબુ અંતર કાપીને અહીં આવ્યા છે. આવા સારા પિતા મળવા માટે હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. તમારો ખૂબ ખૂબ અભિનંદન પપ્પા.”

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પિતા ધીમે ધીમે સ્ટોરનો દરવાજો ખોલે છે જ્યાં તેમની દીકરી કામ કરે છે અને અંદર જાય છે. પિતાને અચાનક પોતાની સામે જોઈને દીકરી પોતાની જાત પર કાબૂ કરી શકતી નથી અને તે જોરથી રડવા લાગે છે, તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા માંડે છે. શ્રુત્વા દેસાઈએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, તમારા પિતા ભારતથી કેનેડા આવીને તેને ખુબ આશ્ચર્યચકિત કરી દે છે. હું દોઢ વર્ષ પછી મારા પિતાને મળી રહી છું.

 

View this post on Instagram

 

A post shared by Shrutva🤍 (@shrutva_desai)

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે અને 2 લાખથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. આ ઈમોશનલ વીડિયોએ ઈન્ટરનેટ પર ખુબ જ લાગણીઓનું પૂર લાવી દીધું છે. આ વીડીયો જોનારા લોકો પણ ભાવુક થઇ રહ્યા છે. કોઈએ કોમેન્ટમાં લખ્યું છે કે, ‘ભગવાન આશીર્વાદ આપે છે. ઘણા વર્ષો પછી અને આ ગીત વિશે ઘણી વાર્તાઓ હોવા છતાં, મારી આંખોમાં આંસુ આવી ગયા. કોઈ પણ પિતા તેની દીકરી થી ક્યારેય છુટા ન પડે તેવી પ્રાર્થના કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *