ઘણી વાર એવું જોવામાં આવ્યું છે કે, ભાઈઓ પોતાની બહેનોની સમસ્યાનો સમાધાન લાવવા કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. એવો જ કઈક મધ્ય પ્રદેશના નયા ગામમાં કંઈક આવું જ જોવા મળ્યું. તેની બહેન સાથે છેડતી કરનાર વ્યક્તિને પાઠ ભણાવવા માટે, ભાઈએ એવું શસ્ત્ર અપનાવ્યું કે આરોપી જાળમાં ફસાઈ ગયો અને તેની સાથે બાઇક રાઇડ પર ગયો.
ખાનગી અહેવાલ મુજબ, તેની બહેનને પરેશાન કરનાર વ્યક્તિને પાઠ ભણાવવા માટે, મધ્યપ્રદેશના નયા ગામના એક યુવકે મહિલાઓના કપડાં પહેરવાનું નક્કી કર્યું. સોનુ ઉર્ફે સોનીયાએ પહેલા તેની બહેનને પરેશાન કરનારને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેની સાથે બાઇક રાઇડ માટે ગયો હતો. જો કે, બંને દારૂના નશામાં હતા, રસ્તો ભૂલી ગયા હતા અને પોલીસના હાથે ઝડપાયો.
ભિલવાડા જિલ્લાના સવાપુર પોલીસ સ્ટેશનના પ્રભારી રામસિંહે જણાવ્યું હતું કે, રાત્રી પેટ્રોલીંગ દરમિયાન ચાવંડિયા ગામ તરફથી ફોન આવ્યો હતો કે, બાઇક પર એક યુવક અને એક મહિલા જોવા મળી હતી. ગામલોકોએ શંકાસ્પદ મહિલાને ચોર તરીકે પકડી પાડી હતી. જોકે યુવક બાઇક પરથી ભાગવામાં સફળ રહ્યો હતો.
પોલીસની પૂછપરછ પર જાણવા મળ્યું કે, સોનુ એક આદમી હતો અને તેણે તેની બહેનને બચાવવા માટે આ કર્યું હતું. તેની બહેનની છેડતી કરનાર મીટ્થુ લાલ ભીલ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે. સોનુ ઉર્ફે સોનિયાએ સ્થાનિક ગામડાના થિયેટરમાં પણ મહિલાની ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે. તેથી, તેના માટે સ્ત્રીની જેમ પોશાક પહેરવાનું સરળ હતું અને કોઈ પણ તેના પર સહેલાઇથી શંકા કરી શકે નહીં. એક કલાકની શોધખોળ બાદ પોલીસે ઝાડમાં છૂપાયેલા મીટ્થુ લાલ ભીલને પણ પકડ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.