સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(viral) થઈ રહેલા એક વીડિયો(video)માં એક વ્યક્તિ અમેરિકા(America)ની સડકો પર ડાન્સ(Dance) કરી રહ્યો છે. વીડિયોમાં તેનો ડાન્સ ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. વીડિયોમાં ડાન્સ કરી રહેલા આ વ્યક્તિએ કુર્તા અને સ્કર્ટ પહેર્યા છે, જેના કારણે વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કોરિયોગ્રાફર જૈનિલ મહેતા(Choreographer Janil Mehta) જેઓ તેમના પ્રશંસકો અને અનુયાયીઓને તેમના શાનદાર નૃત્ય કૌશલ્યથી આકર્ષિત કરી રહ્યાં છે. ઘણા વીડિયોમાં, સ્કર્ટ પહેરીને જેનિલના ડાન્સે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી છે.
View this post on Instagram
ગયા મહિને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં તે સ્કર્ટ સાથે શર્ટ પહેરીને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની ઝૂમ રે ગોરી પર ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 17 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જૈનિલ ગંગુબાઈ કાઠિયાવાડીના ગીત પર ગરબા કરતો જોવા મળી રહ્યો છે. ઝૂમે રે ગોરી… આલિયા ભટ્ટ દ્વારા કરવામાં આવેલ ડાન્સનું આ ગીત છે. આ ડાન્સ એટલો શાનદાર છે કે તમે વીડિયો જોઈને તમારી નજર હટાવી શકશો નહીં.
વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “મારા માટે આ ડાન્સ કોરિયોગ્રાફી નથી, તે શેરીઓમાં ડાન્સ કરવાનો અને લોકો સાથે વાતચીત કરવા માટેનું ખેંચાણ છે! મારા માટે આ ગીત એટલા માટે ન હતું કે હું કેટલો સારો ડાન્સ અને કોરિયોગ્રાફ કરી શકું છુ આ ડાન્સ એટલા માટે હતો કે, હું કેટલી સારી રીતે અભિવ્યક્ત કરી શકું. તેમજ લોકો દ્વારા આ ડાન્સનો વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.