છેલ્લા 6 વર્ષથી નિશુલ્ક RTEના ફોર્મ ભરીને મધ્યમ અને ગરીબ વર્ગની અનોખી સેવા કરતા પ્રજાપતિ સમાજના શિક્ષિત યુવાનો

સેવા પરમો ધર્મ નામના સુત્રને ઘણાં લોકોએ સાર્થક કરી બતાવ્યું છે, ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેમ સમજીને આજ કાલ ઘણાં બધા લોકો એક બીજા…

સેવા પરમો ધર્મ નામના સુત્રને ઘણાં લોકોએ સાર્થક કરી બતાવ્યું છે, ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેમ સમજીને આજ કાલ ઘણાં બધા લોકો એક બીજા લોકોની અવાર નવાર કોઈ પણ રીતે મદદ કરી રહ્યા છે. અને એમાં પણ જ્યારથી કોરોના જેવી મહામારી જેવી મુસીબતો માંથી પસાર થઈને બહાર આવ્યા બાદ લોકો એક બીજાની નજીક આવ્યા છે અને માનવતા મહેકી છે.

સેવાની સુવાસ ફેલાવી શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ અને RTE ટીમ કતારગામ ના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે 2022-23 માટે પહેલા ધોરણ માં આવતા વાલીઓને વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવ્યા છે. RTE ટીમ કતારગામ દ્વારા આ ભગીરથ કાર્ય સતત 6 વર્ષ થી ચાલુ છે. આ વર્ષે માં RTE ટીમ દ્વારા અંદાજે 450 જેટલા ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા છે અને ટીમ દ્વારા અંદાજે 1000 થી વધારે વાલીઓ ને ફોન કોલ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ  RTE ટીમમાં એજ્યુકેટેડ સર્વિસ કરતા યુવાનો ની ટીમ છે કે જે પોતાની સર્વિસ પુરી કાર્ય બાદ રાત્રી સમય દરમિયાન ફોર્મ ભરવામાં આવે છે. જેમાં ટીમ ના યુવાનો દ્વારા પોતાના લેપટોપ દ્વારા વાલીઓ ને પાસે બેસાડી, RTE વિશે માહિતી આપી ફોર્મ ભર્યા હતા. અને વાલીઓનો સમય અને પૈસા બંનેનો બચાવ કરીને વાલીઓ અને વિધાર્થીઓની મુશ્કેલીનો હલ કરી દીધો હતો.

સેવાના આ પરમ કાર્યમાં શરૂઆતમાં તો 4/5 સભ્યોજ હતા પરંતુ સેવાકાર્ય જોઇને અને વાલીઓ અને વિદ્યાર્થીઓના પરિવારને પડી રહેલી મુશ્કેલીઓ જોઇને શરૂઆત માં 4-5 યુવાનો થી શરુ કરેલ ગ્રુપ માં હાલ ટીમ માં અલગ અલગ પ્રોફેશનમાં કામ કરતા અધિકારીઓ, શિક્ષકો, એન્જીનીયર, બિઝનેસ-મેન જોડાયેલા છે કે જેના સૂઝબૂજ અને જ્ઞાનનો લાભ વાલીઓને મળ્યો હતો.

તો બીજી તરફ આ સમગ્ર સેવાની ટીમને જેટલા અભિનદન આપો તેટલા ઓછા છે તેવું વાલીઓએ કહ્યું હતું, તેમજ RTE ટીમ દ્વારા ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 સાથે કોલોબ્રેશન કરી ને જરૂરિયાત મંદ વાલીઓના જરૂરી પ્રૂફ તૈયાર કરાવી ને ફોર્મ ભર્યા હતા.ટીમ દ્વારા બહાર ના શહેરો માં રહેતા વાલીઓને ફોન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *