હું હર્ષ સંઘવીનો PA બોલું છું, તમારી બદલી કરાવી દઈશ

Fake PA of Home Minister Harsh Sanghavi Arrested: ગુજરાત (Gujarat)રાજ્યના ગીર સોમનાથ (Gir Somnath) માથી એલસીબી (LCB)ની ટીમે ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi)…

Fake PA of Home Minister Harsh Sanghavi Arrested: ગુજરાત (Gujarat)રાજ્યના ગીર સોમનાથ (Gir Somnath) માથી એલસીબી (LCB)ની ટીમે ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) નાં નકલી પીએ (Fake PA)ની ધડ પકડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પોલીસના હાથે ઝડપાયેલો આ શખ્સ ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો પીઆઇ તરીકે લોકોમાં રોફ જમાવતો હતો.

ગૃહ મંત્રીને ખોટી ઓળખ આપીને લોકો પાસે જઈ રોપ જમાવતો હોવાની ઘટના સામે આવી છે. મળેલી માહિતી અનુસાર આ યુવકે ટ્રુ કોલરમાં ગૃહ મંત્રી નો ફોટો મૂક્યો હતો અને પીએ તરીકે લોકો પર પોતાનો રોફ જમાવી રહ્યો હતો ગીર સોમનાથના એલસીબી ની ટીમ આરોપીને પકડી તેની પૂછપરછ કરતા તેનું નામ જગદીશ નંદાણીયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે તેને ધરપકડ કરીને હાલ આગળ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર, થોડા મહિના પહેલાં જમ્મુ કશ્મીરમાં PMO અધિકારીઓને ખોટી ઓળખ આપી કિરણ પટેલ ઝડપાયો હતો. ત્યારબાદ વડોદરા ના વાઘોડિયામાંથી પણ નકલી સરકારી અધિકારી ઝડપાયો હોવાનું સામે આવ્યું હતું. પીએમઓ ઓફિસમાં કામ કરતો હોવાનું કહે લોકો પર ખોટો રોફ જમાવતા એ વ્યક્તિને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

તે ઉપરાંત રાજકોટમાં પણ નકલી પોલીસ અધિકારીની ઓળખ આપીને લોકોમાં ખોટો રોપ જમાવટ તો એક શખ્સને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો નકલી પીઆઇ બનીને ફરતો અને લોકોમાં ખોટો રોફ જમાવતા વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *