UttarPradesh News: ઉત્તર પ્રદેશના અડધો જિલ્લામાં એક ચોકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં પત્નીનું ડેથ સર્ટિફિકેટ બનાવવા માટે ગયેલા વ્યક્તિ પાસે મહિલા ગ્રામ પંચાયતના (UttarPradesh News) સચિવે 2000 રૂપિયાની લાંચ માગી. વ્યક્તિએ પૈસા આપવાની ના પાડતા આ અધિકારીએ પત્નીની જગ્યાએ તે વ્યક્તિનું જ મરણ પત્ર બનાવી આપ્યું. ફરિયાદ કલેકટર પાસે પહોંચી તો આરોપી મહિલા ગ્રામ સચિવ પર કાર્યવાહી કરવામાં આવી. તેને નોકરી પરથી બરતરફ કરવામાં આવી હતી. સાથે જ તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. અને તે વ્યક્તિને પણ તેની પત્નીનું મરણ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
સરકારી ચોપડે મરેલો માણસ નીકળ્યો જીવતો
તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના કોથવાના અટવા ગામની છે. જ્યાં ગ્રામ પંચાયતના સચિવને લાંચ ન મળી હતી. જેના લીધે પત્નીનું મૃત સર્ટિફિકેટ બનાવવા આપેલ પતિને જ મૃત જાહેર કરી દીધો હતો. સચિવે પત્નીની જગ્યાએ પતિના જ મૃત્યુનું પ્રમાણપત્ર બનાવીને આપી દીધું હતું.
જ્યારે પતિએ પોતાના નામનું મૃત્યુ પ્રમાણપત્ર જોયું તો તેને સમગ્ર મામલે કલેક્ટર ઓફિસમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ કલેક્ટરે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા. તેના પછી જિલ્લા પંચાયત અધિકારીએ આરોપી ગ્રામ પંચાયત સચિવને નોકરીમાંથી કાઢી મૂકી હતી અને આ ઉપરાંત તેની પર એફઆઇઆર પણ નોંધાવી છે. તેમજ ખુદ ઉચ્ચ અધિકારીએ પીડિતના ઘરે જઈને તેની પત્નીના મૃત્યુ પ્રમાણપત્ર સોંપીયુ હતું.
તમને જણાવી દઈએ કે હરદોઈના અટવા ગામમાં રહેતા વિશ્વનાથની પત્ની શાંતિ દેવીનું નિધન 19 ડિસેમ્બર 2024 ના રોજ થયું હતું. વિશ્વનાથએ જણાવ્યા અનુસાર પત્નીના મૃત્યુ પ્રમાણપત્ર બનાવવા માટે તે ગ્રામ પંચાયતના સરિતા દેવી નામના સચિવ પાસે ગયો હતો, પરંતુ તેણે આ પ્રમાણપત્ર બનાવવા માટે લાંચ માગી હતી. રૂપિયા ન મળવાને કારણે વિશ્વનાથમૂ મરણ સર્ટિફિકેટ આપ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App