સુરત(Surat): શહેરના નવાગામ(Navagam)માં આવેલ ચિતા ચોકમાં બુધવારના રોજ રાત્રે એક મંડપ ડેકોરેશન(Porch decoration)ના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારી પર ચાર હુમલાખોરો(Attackers)એ ચપ્પુથી હુમલો કર્યો હતો. 10 સેકન્ડમાં 4 ઘા મારતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો. મળતી માહિતી અનુસાર હપ્તો નહીં આપતા હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ ભરત પાટીલને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગેની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર હુમલાખોરો સ્થાનિક હોવાનું હાલમાં સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
View this post on Instagram
હુમલા પાછળ હપ્તો ન આપવાનું કારણ આવ્યું સામે:
સ્થાનિક લોકોએ જણાવતા કહ્યું છે કે, ભરતભાઇ તુકારામ પાટીલ (ઉ.વ. 60, રહે. ચિતાચોક નવાગામ) 35-40 વર્ષથી ભરત મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા છે.જોવા જઈએ તો ત્રણ દીકરા વહુ અને પત્ની સાથે રહે છે. પ્રેમાળ સ્વભાવના વૃદ્ધ ભરત ભાઈ પર થયેલા હુમલા પાછળ સમયસર હપ્તો ન આપવાનું કારણ સામે આવ્યું છે. હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
હુમલો થતા લોહીલુહાણ વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા:
વધુમાં જણાવતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ટપોરીઓ ભરતભાઈ પાસેથી હપ્તા વસૂલીને લઈને ધાક ધમકી આપી રહ્યા હતા. આખરે ભરતભાઈ પર બુધવારના રોજ રાત્રે લગભગ 8 વાગ્યે ટપોરીઓએ હુમલો કરી ચપ્પુના 3-4 ઘા મારી દેતા અંગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઉભો થઇ ગયો છે. લોહીલુહાણ થયેલા ભરતભાઇને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.