શનિવારે સુરતની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન રૂપાણી એ પ્રેસ કોન્ફરન્સથી સરકાર કોરોના બાબતે સુરતને શું આપી રહી છે તેની વિગતો આપી રહ્યા હતા. તે દરમ્યાન સુરતના અધિકારીઓ અને કોરોના ના આંકડાઓમાં રહેતી વિસંગતતા બાબતે પત્રકારોએ સવાલ કરતા તેના જવાબ મુખ્ય પ્રધાન આપી શક્ય નહોતા અને માત્ર એટલું બોલ્યા કે, મને ખબર નથી.
આ બાબતેને સોશિયલ મીડીયામાં રચ્યા પચ્યા રહેતા યુવાનોએ ઉચકી લઈને મુખ્ય પ્રધાનને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે. જે રીતે CM રુપાણીએ સુરત ના કોરોના સ્થિતિ બાબતે પોતાની અજ્ઞાનતા જાહેર કરી તેને ટ્રોલર્સ મુદ્દો બનાવી રહ્યા છે. ત્યારે ૨૦૧૭ ની ચૂંટણી પહેલા વિકાસ ગાંડો થયો છે બાબતે પોસ્ટ કરીને પ્રસિદ્ધ થયેલા PAAS ના કાર્યકર સાગર સાવલીયાએ રૂપાણી ની ખીલ્લી ઉડાવતા પોસ્ટ કરી હતી.
એક કોંગ્રેસ કાર્યકરે આ બાબતે વિજય રૂપાણીના જન્મસ્થાન બર્મા અંગેનો સવાલ કરતી પોસ્ટ કરી હતી.
સંજય ગઢિયા નામના ફેસબુક યુઝરે આ નિવેદનનો એક વિડીયો અપલોડ કર્યો હતો અને લખ્યું કે, મને ખબર નથી બીજું કાંઈ ?? ????
માત્ર ફેસબુક પર જ નહી ટ્વીટર પર પણ #મને_ખબર_નથી હેશ ટેગ હાલમાં ટ્રેન્ડ કરી રહ્યો છે.
જુઓ કેટલીક ટ્વીટ:
Common man : what is this in pic?
Cm : #મને_ખબર_નથી ?? pic.twitter.com/RV6Wd4kx0V— r_j_bharwad (@RajuBharwad16) July 7, 2020
કોંગ્રેસ ગુજરાતના પ્રમુખ અમિત ચાવડાની ટ્વીટ
સરકારી ભરતી ક્યારે થશે? #મને_ખબર_નથી
ફી માફી? #મને_ખબર_નથી
કોરોનાના આંકડામાં ગોટાળા #મને_ખબર_નથી
ધમણ વેન્ટિલેટર કહેવાય? #મને_ખબર_નથી
ખેડૂતોની હાલત? #મને_ખબર_નથી
તૂટતા પુલ- રસ્તાઓ? #મને_ખબર_નથી
મોંઘવારી? #મને_ખબર_નથીતો ભાજપ સરકારના CM ને ખબર શું છે?
— Amit Chavda (@AmitChavdaINC) July 7, 2020
#મને_ખબર_નથી એ વાત ની ચર્ચા આપણા ગુજરાતના CM @vijayrupanibjp સાહેબ સાથે અને #મને_ખબર_નથી કે આ વિડિયો @VtvGujarati મા #viralvideo મા આવ છે કે નહી.
તમારો મીત્ર #જીગોજોગી #જોગીચેનલ? માથી કેમેરામેન #વાકાશુકુ સાથે pic.twitter.com/e7BFA4KMna— જોગી ચેનલ? (@RealJiGoJoGi) July 7, 2020
New version of #મને_ખબર_નથી#શેમાં pic.twitter.com/Nkf7Pvd550
— બેરોજગાર બકો (@Aazad57812793) July 7, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news