ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય: આવતીકાલે વિજય રુપાણી કરશે આ માસ્ટરપ્લાનની જાહેરાત

જયારે સમગ્ર દેશમાં લોકડાઉન છે તે દરમિયાન કેન્દ્રની ગાઈડલાઈન બાદ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સતતને સતત ત્રીજી કેબિનેટ બેઠળ મળી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં…

જયારે સમગ્ર દેશમાં લોકડાઉન છે તે દરમિયાન કેન્દ્રની ગાઈડલાઈન બાદ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સતતને સતત ત્રીજી કેબિનેટ બેઠળ મળી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં યોજાયેલી ત્રીજી કેબિનેટ બેઠકમાં લોકડાઉન દરમિયાન ગુજરાત રાજ્યમાં ઉદ્યોગો, બાંધકામ અને આર્થિક ગતિવિદીઓમાં છૂટછાટ આપાવા માટેના પ્લાનિંગને આખરી ઓપ અપાયો હતો. આવતીકાલે ગુજરાત રાજ્ય સરકાર તેના આ માસ્ટરપ્લાનની જાહેરાત કરશે.

ભારતના આ બીજા લોકડાઉન દરમ્યાન ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાને આંશિક છુટછાટ અંગે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં 10 જિલ્લાઓ એવા છે જ્યાંના લોકોને આગામી 20મીથી આંશિક છૂટછાટ મળવાની આશા છે. ગુજરાત રાજ્યમાં કેટલાક એવા જિલ્લાઓ પણ છે જ્યારે કોરોનાના એક-બે કેસ અથવા તો એકપણ કેસ નોંધાયા નથી. સાથે જ આ જિલ્લાઓમાં પરિસ્થિતી પણ કાબુમાં છે. જેથી 20 એપ્રિલ બાદ મળનારી આંશિક છૂટછાટમાં આ જિલ્લાઓ સામેલ થઈ શકે છે.

જે જિલ્લામાં છૂટછાટ મળી શકે છે તેમા જૂનાગઢ, અમરેલી, નવસારી, અરવલ્લી, મહીસાગર, ડાંગનો સમાવેશ થઇ શકે છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, નર્મદા, સરેન્દ્રનગર, તાપી અને વલસાડનો સમાવેશ કરી શકાય છે. તો વળી બનાસકાંઠા, ખેડા, છોટાઉદેપુર, દાહોદ, જિલ્લામાં એકથી ત્રણ કેસ જ નોંધાયા છે. તો ગીરસોમનાથ, જામનગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, અને સાબરકાંઠા પણ પાંચથી ઓછા કેસ નોંધાયા છે. આ સંજોગોમાં આ જિલ્લામાં પણ કેન્દ્રની ગાઇડલાઇન મુજબ આંશિક છુટછાટ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે બુધવારના રોજ લોકડાઉનની નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. તેમાં સાફ-સાફ કહેવામાં આવ્યું છે કે, જાહેરા જગ્યાઓ અને કામ કરતાં હોય તે જગ્યાઓ પર માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઈ જાહેર જગ્યાએ થૂંકતુ ઝડપાશે તો તેમના માટે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે ખેતી સાથે જોડેયાલી દરેક ગતિવિધિઓ ચાલુ રહેશે. જેમાં ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતીના કામ કરતા અન્ય લોકોને છૂટ અપાઇ છે. એમએસપી ઓપરેશન્સ સહિત કૃષિ ઉત્પાદનની ખરીદી કરતી એજન્સીઓને પણ રાહત મળી છે.

તદ્ઉપરાંત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા યાર્ડ પણ ચાલુ જ રહેશે. 20 એપ્રિલથી દુકાનો ખુલી રહી શકશે, પણ સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું તો પડશે જ. જરૂરી સામાન ઉપલ્બ્ધ કરાવવા વાળી ઈ-કોમર્સ કંપનીઓ, જરૂરી સામાન વેચતી કરિણાયાની દુકાનો, રાશનની દુકાનો, સાફ-સફાઈનો સામાન વેચતી દુકાનો, પોલ્ટ્રી, મટન, માછલી અને ચારો વેચતી દુકાનો, ગૌશાળા, ખેતીના સાધનો વેચતી દુકાનો, ટ્રક રિપેરિંગ માટે હાઇવે પરની દુકાન અને ઢાબા, કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ, ઇલેકટ્રીશિયન. પ્લમ્બર, મોટર મિકેનિકસ, કારપેન્ટર અને 50 ટકા સ્ટાફ સાથેની આઇટી કંપનીઓ પોતાનું કામ શરૂ કરી શકશે. તો આ પ્રમાણેની કામગીરી ભારત અને ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *