જામનગર(ગુજરાત): હાલના વરસાદી માહોલ વચ્ચે રાજ્યના જામનગર પંથકમાં શુક્રવારે સમી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. પરંતુ, પંથકમાં ભૂકંપના આંચકાથી કોઈ જાનમાલનું નુકસાન થયું હોવાની માહિતી મળી નથી. જોકે, જાણવા મળ્યું છે કે ભૂકંપનું કેન્દ્રબિન્દુ જામનગરથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે.
મળતી માહિતી મુજબ, જામનગર શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે સાંજે 7:13 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગરના કાલાવડ શહેર અને તાલુકાના હરિપર, ખંઢેરા, માટલી, ખાંનકોતડા, બેરાજા સહિતના અનેક ગામોમાં મોડી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ઉપરા ઉપરી બે આંચકા અનુભવાયા હતા.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ ઉપર 4થી વધારે તીવ્રતાના આંચકાઓ અનુભવાયા હતા. જામનગર શહેરમાં આજે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ભૂંકપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. 4થી વધુની તિવ્રતાનો આંચકો હોવાથી મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.
જણાવી દઈએ કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે. સદનસીબે ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ ખાસ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. જોકે, લાંબા સમય બાદ 4 રિકટર સ્કેલ કરતા વધુનો આંચકો આવતા શહેરીજનોમાં થોડી વાર માટે ડરનો માહોલ છવાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.