ભાજપ કોંગ્રેસ બાદ પોતાને સંસ્કારી કહેતા AAP ના નેતાઓએ પણ ‘ઝળકાવ્યા લખણ’- જાણો વિગતવાર

આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે, આ દરમ્યાન ઘણા દિગ્ગજ  ચહેરાઓએ આપ માં એન્ટ્રી લીધી. આ દરમ્યાન ઘણા…

આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે, આ દરમ્યાન ઘણા દિગ્ગજ  ચહેરાઓએ આપ માં એન્ટ્રી લીધી. આ દરમ્યાન ઘણા એવા કિસ્સાઓ બન્યા જેને લઈને પોતાને સંસ્કારી પાર્ટી ગણાવતી આમ આદમી પાર્ટીની પોલ ખુલી ગઈ હતી. કોરોના મહામારીના આ સમયમાં નિયમોનો કચ્ચર ઘાણ કરનાર અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની ની ટીકાઓ પણ થઇ રહી છે.

અમદાવાદ એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ અનેક કાર્યકર્તાઓ કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા. કેજરીવાલ આવતા જ અનેક કાર્યકરો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. સ્વાગત કરવા જતાં કાર્યકરો કોરોના અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો અને માસ્ક પણ સરખું પહેરવાનું ભૂલ્યા હતા. કાર્યકરોએ ઉત્સાહમાં કેજરીવાલનું સ્વાગત કર્યું પરંતુ મોટી સંખ્યામાં ટોળાના સ્વરૂપે પણ ભેગા થયા હતા જે હાલની પરિસ્થિતિમાં હિતાવહ નથી.

એરપોર્ટના સ્વાગત બાદ સર્કિટ હાઉસમાં કાર્યકરોએ સાથે મળીને ફોટો સેશન પણ કરાવ્યું હતું, પરંતુ તેમાં પણ તમામ લોકો નિયમો નેવે મૂકીને ફોટા પડાવતા નજરે પડ્યા હતા. તમામ લોકો એકબીજાથી અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવી રહ્યા હતા. ખુદ પોતાને નિયમ કાયદાના જાણકાર ગણાવતા ગોપાલ ઈટાલીયાનું માસ્ક પણ ઘણી તકે ઉતરી ગયેલું હતું.

કેજ્રીવાલની આ મુલાકાત દરમ્યાન કેજરીવાલ એ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમ્યાન ભીડમાં કોઈ વ્યકિતએ ધારાસભ્ય ગુલાબસિંહ સહિત 5 વ્યક્તિઓના પાકીટ ચોરી કર્યા છે. જે મામલે એક શકમંદ વ્યક્તિ દેખાતા પોલીસે તેની અટકાયત કરી છે. આ મામલે પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે.

શું કહ્યું કેજરીવાલે?

  • 27 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની મિત્રતાની સરકાર છે અને કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે.
  • ગુજરાતના ખેડૂતો હેરાન થઈને આત્મહત્યા કરે છે, સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે.
  • 2022 વિધાનસભામાં 182 સીટ પર ચૂંટણી આમ આદમી પાર્ટી લડશે
  • કોરોનામાં ગુજરાતને અનાથ છોડી દીધું છે.
  • ઇસુદાન ગઢવી ગુજરાતના કેજરીવાલ છે એવું સામાન્ય ગુજરાતી કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *