Meteorological Department forecast: દક્ષિણ ગુજરાતમાં કેરીના પાક ઉપર કમોસમી વરસાદનું ગ્રહણ જોવા મળી રહ્યું છે. વારંવાર થતા કમોસમી વરસાદને લીધે કેરીના પાક ઉપર વિપરીત અસર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં 80 હજાર હેકટર કરતા વધુ જમીનમાં કેરીના પાકને ભારે નુક્સાન થવાની શક્યતા જોવા મળી રહી છે.હવામાન વિભાગે કરેલી આગાહીને(Meteorological Department forecast) કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા ને જોતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
કમોસમી વરસાદ થવાની શક્યતા
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી વલસાડ અને ધરમપુર વિસ્તારમાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે. આ વિસ્તારની કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે અને તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરીના રસિયાઓનો સ્વાદ પણ બગડતો હોય છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે તેને કારણે માવઠાં જેવી સ્થિતિ અથવા તો કમોસમી વરસાદ પણ થઈ શકે છે.
ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે
આ વર્ષે માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદને લીધે આંબા પર મોર ને વિપરીત અસર થતાં મોર ખરી પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ આવનારા બે થી ત્રણ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. બાગાયતી ખેતી કરનારા ખેડૂતોની વાત માનીએ તો જો માવઠું થાય તો કેરીનો પાક પાછો ઠેલાય શકે છે અને ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. આ વર્ષે માં 30થી 40 ટકા કેરીનો પાક થવાની સંભાવના છે એમાં જો માવઠું થાય તો ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ થઈ શકે છે.
કેરીના પાક પર ભારે દિવસો
હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા માવઠું થઈ શકે છે. વલસાડ નવસારી સુરત ભરૂચ માં હળવા થી ભારે ઝાપટા પાડવાની આગાહી કરવામાં આવી છે. વિષમ વાતાવરણ અને વરસાદના કારણે કેરીમાં સડો પડી જાય છે.
કેરીનો પાક બચાવવા પ્રયત્નો કરવા જરૂરી: જયેશ પટેલ, ખેડૂત આગેવાન
એપ્રિલના પ્રારંભે મહોરમાં ફળ આવવાના ટાણે જ અચાનક આંબાઓ પર નવી કૂપળો ફૂટીને નવા પાન આવવા લાગ્યા હતા. સામાન્ય રીતે આંબા પર ચોમાસામાં પાન આવતા હોય છે, પરંતુ વહેલા નવા પાન આવી જતા કેરીના ફળનો ગ્રોથ અટકી ગયો હતો. તેમજ નાની નાની કેરીઓ ખરી પડવા લાગતા કેરીનો ઉતારો ઘટી જવાની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. હાલની વિષમ પરિસ્થિતિના કારણે આંબાઓ પર કેરીનું 60 થી 70% એટલે કે સામાન્યથી પણ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App