હેવાનિયતની તમામ હદો પાર: બે મહિલાઓને નગ્ન કરીને આખા ગામમાં ફેરવાઈ, ખેતરમાં લઇ જઈને આચર્યું સામુહિક દુષ્કર્મ

Manipur violence Kuki Women Naked Parade viral video: હિંસાના બોમ્બ પર બેઠેલા મણિપુરમાંથી હૈયુ હચમચાવી નાખતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભારે ભીડ વચ્ચે બે મહિલાઓને નિર્વસ્ત્ર હાલતમાં માર્ગ પર ફેરવવામાં આવી હતી.(Manipur violence Kuki Women Naked Parade viral video) આ અંગેનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે અને કસુરવારોને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી રહ્યા છે.

એક આદિવાસી સંગઠન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, બંને મહિલાઓ પર નજીકના ખેતરમાં સામુહિકો બળાત્કાર પણ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર,આ ઘટના મણીપુરની રાજધાની ઇન્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં ચાર મે ના રોજ સામે આવી હતી. આ ઘટનાથી દેશ આખો હચમચી ગયો છે.

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે …
આ ઘટનાને લઇ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે યૌન હિંસાની આ તસ્વીરો હૈયુ હચમચાવી દે તેવી છે. આ હિંસાની નિંદા જેટલા શબ્દોમાં કરીએ તેટલી ઓછી છે.વધુમાં વાત કરીએ તો હિંસાનો માર મહિલાઓને જ સહન કરવો પડે છે. આથી મણિપુરમાં શાંતિ સ્થાપવાના બધાએ એક સુર બનવું જોઈએ.વધુમાં મણિપુર હિંસા વચ્ચે પણ કેન્દ્ર સરકાર આંખ આડા કાન કરીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *