કુદરતી પ્રકોપે લીધો 4 નો જીવ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, 100 થી વધુ લોકો લાપતા

Landslides in Raigad, Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં આખું ગામ ભૂકંપની ઝપેટમાં આવી ગયું છે. ભૂકંપની આ ઘટનામાં 50 લોકો દટાયા હોવાની આશંકા લગાવી છે. NDRFની 2 ટીમ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. કાટમાળમાંથી 4 મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવ્યા છે અને તેમની બચાવ કામગીરી પણ ચાલુ છે. રાયગઢ પોલીસના જણાવ્યા મુજબ, કાટમાળમાંથી અત્યાર સુધીમાં 4 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 3 ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે.

રાયગઢ જિલ્લાના ખાલાપુર તહસીલના ઈરશાલવાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ભારે ભૂકપ આવ્યું હતું.પહાડની માટીઓ આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. ભૂકપ ની માટીમાં 17 મકાનો દટાયા હોવાની આશંકા છે. આ આદિવાસીઓનું ગામ છે. આ દુર્ઘટના મધ્યરાત્રિએ થઈ ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 25થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

50 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા
મળતી માહિતી અનુસાર ગામમાં લગભગ 200 થી 250 લોકો રહેતા હતા. કાટમાળ નીચે 50 લોકો દટાયા હોવાની આશંકા છે. પહાડની માટી સરકવાને કારણે આખું ગામ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું હતું. કેટલાક લોકો પોતાની મેળે બહાર આવી ગયા હતા. તેથી તે કહેવું મુશ્કેલ છે કે, ઘટના સમયે ત્યાં કેટલા લોકો હાજર પણ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *