સુરતમાં ગઈકાલે જે રીતે કેજરીવાલની રેલીમાં જનસૈલાબ ઉમટ્યો તે જોઇને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે. જે રીતે કેજરીવાલે ૨૦૨૨નિ તૈયારીની જાહેરાત કરી તે જોતા હવે આવનારી વિધાનસભામાં કોંગ્રેસ નહી પણ આમ આદમી પાર્ટી ભાજપની સામે હશે તે વાત ચોક્કસ છે. આ વાતનું પ્રમાણ ખુદ સી આર પાટીલ આપી ચુક્યા છે કે તેઓને સુરતમાં કોંગ્રેસને હરાવી એના કરતા આપ આવી ગયું તેની ચિંતા વધુ છે.
ગઈકાલની રેલીના ફોટો વાયુવેગે વાઈરલ થઈ રહ્યા છે ત્યારે આપ સમર્થકો પણ આ રેલીને એક મોટી સિદ્ધિ ગણાવી રહ્યા છે. ત્યારે કેજરીવાલની જનતાના ટેક્સના રૂપિયા જનતા પાછળ વાપરવાની નીતિને ભાજપના નેતાઓ મફતખોરી ગણાવી રહ્યા છે. પણ એ નેતાઓ કદાચ ભૂલી ગયા કે ગુજરાતમાં મુખ્યમંત્રી આરોગ્ય યોજના એ મફત આરોગ્ય સેવા છે. જયારે સરકારી મફત શિક્ષણને બેઠું કરવાને બદલે પ્રાઈવેટ શાળાઓને પ્રોત્સાહન ભાજપના નેતાઓએ જ પ્રોત્સાહન આપ્યું છે.
સુરતની રેલીના ફોટો જોઇને વોર્ડ નંબર ૧૭ પુણા પૂર્વ બેઠક પર ચૂંટણી લડેલા મંજુલાબેન શિરોયા નામના ભાજપના મહિલા નેતાએ આ રેલીના ફોટો જોઇને પોતાની જાત પર કાબુ ન રાખી શક્યા અને બીભત્સ કોમેન્ટ ઠપકારી દીધી. આ નેતાએ જાતિવાદ ફેલાય તેવી કોમેન્ટ કરીને બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવા પ્રયત્ન કર્યો છે. ત્યારે હજુ ગઈકાલે જ કેન્દ્ર સરકાર દ્વારા નવા સોશિયલ મીડિયાના નિયમોને લાગુ કરવાની જાહેરાત કરી છે ત્યારે શું આવી બેફામ કોમેન્ટ્સ વાપરનારા નેતા પર પોલીસ અને સરકાર પગલાં લેશે કે પછી ભીનું સંકેલી લેશે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે આ મહિલા નેતા સહીત આખી ભાજપની પેનલની ડીપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી.
આ સિવાય એક અન્ય ભાજપ સમર્થક જોગાણી મહેન્દ્ર એ લખ્યું છે, “હવે ઘર ભેગીનો થા ને હલકી ના પેટના આયા તારાય બાપ પડ્યા તારા કોર્પોરેટરને તો શું તને દિલ્હીમાં તારી નાની યાદ આવી જાહે ફૂટ હકલટ ની ઔલાદ રોડ શો કરવા આવ્યો છે કે તારા ચૂંટાયેલ કુતરાવ ને ભડકાવવા”
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આમ આદમી પાર્ટીને બિલાડું કહી ચુક્યા છે અને આમ આદમી પાર્ટીએ પોતાની સોનાની થાળીમાં ખીલો ઠોકયો છે તેવું કહ્યું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ભાજપના નેતાઓને બુટલેગર, લુખ્ખાઓ, ગુંડાઓ કહી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle