ચાઇનીઝ કંપનીનું 550 રૂપિયે 800 મિલી મળતું પાણી પીવે છે જનતાને ઉલટા કાન પકડાવતા નેતા- જાણો અહી

સ્વનિર્ભરતા તરફ આગળ વધી રહેલા ભારત વાસીઓ કદાચ એ નથી જનતા કે સ્વનિર્ભરતા ની ડાહી ડાહી વાતો કરતા નેતાઓ પણ ચાઇનીઝ વસ્તુ વાપરી રહ્યા છે. જે કદાચ તેમને ખબર પણ નહી હોય. હાલમાં હરિયાણા ના મુખ્યમંત્રી મનોહર લાલ વોસ કંપની નું મોંઘુદાટ પાણી પી રહ્યા છે તે હકીકત બહાર આવી છે. ઉલ્લખનીય છે કે અમારી તપાસમાં આ પાણી નું વેચાણ કરતી કંપનીનો મોટો હિસ્સો ચાઇનીઝ કંપની ધરાવતી હોવાનું બહાર આવ્યુ છે.

VOSS પાણીની વાત કરીએ તો આ પાણી 550 રૂપિયે 800 મીલીલીટર મળ છે. આ કંપની મૂળ નોર્વે ની બ્રાન્ડ છે.  જાન્યુઆરી 2016 માં VOSS નું બહુમતી નિયંત્રણ થાઇ-ચાઇનીઝ કંપની રેઈનવુડ ગ્રુપ દ્વારા હસ્તગત કરાયું હતું. આ ચાઇનીઝ કંપનીએ નોર્વેની કંપનીના 50%થી વધુ શેર લઈને માલિકી પોતાના નામે કરી હતી. VOSS ની વર્તમાન અધ્યક્ષ લિસા વાંગ છે અને VOSSના વર્તમાન વાઇસ ચેરમેન જ્હોન ડી શુલમેન છે.

2001 માં બે નોર્વેનીયન યુવાન ઓલે ક્રિશ્ચિયન સેન્ડબર્ગ અને ક્રિસ્ટોફર હાર્લેમ એ VOSS વોટરની સ્થાપના કરી હતી. VOSS પાણીની બોટલનું પેકિંગ મેનેજમેન્ટ કંપનીના ન્યુયોર્ક સ્થિત હેડક્વાર્ટર દ્વારા થાય છે. આ પાણીનું વેચાણ 50 થી વધુ દેશોમાં કરવામાં આવે છે. VOSS ને મોટા પાયે સેલેબ્સ ધ રોક અને ઓપેરા દ્વારા પ્રચારિત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ડવેન ઝોન્સન આ કંપનીનો ભાગીદાર પણ છે જેને દુનિયા રોક તરીકે ઓળખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Founded in 2001 by the vision of two young Norwegians, Ole Christian Sandberg and Christopher Harlem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *