એક મધ્યમ ખેડૂત પરિવારમાંથી કેન્દ્રીય મંત્રી સુધીની સફર કરનાર મનસુખ માંડવીયા વિશે જાણો અહિ

મનસુખ માંડવીયા નામથી ગુજરાતીઓ કદાચ જ અજાણ હશે. આજે તેમનો જન્મદિન છે, ત્યારે તેમની રાજકીય કારકિર્દી ક્યાંથી શરુ થઇ અને કેવા સંઘર્ષ થી તેઓ આગળ વધ્યા તેની વિગતવાર માહિતી આજે તમે અહી જાણશો.

મનસુખ માંડવિયા નો જન્મ 1 જુન 1972 (age 47) ના રોજ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હનોલ નામના નાના ગામમાં થયો હતો. મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં જન્મેલા 4 ભાઈઓ વચ્ચે તે સૌથી નાના છે. તેમણે તેમનો પ્રાથમિક શિક્ષણ હનોલની સરકારી પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો, ત્યારબાદ તેમણે સોનગઢ ગુરુકુળથી ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યો.

તેમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં એમ.એ. થયેલા માંડવીયાએ યુવાનીથી જ દેશની પ્રજાની સેવા કરવામાં રસ લીધો હતો. 1992 માં 20 વર્ષની ઉંમરે, તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય બન્યા અને તેમની વહીવટી કુશળતાથી, તેઓ ટૂંક સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ગુજરાતના રાજ્ય એક્ઝીક્યુટીવ સભ્ય બન્યા.

મનસુખ માંડવીયા હાલમાં શિપિંગ માટે રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને કેમિકલ્સ અને ખાતર રાજ્યમંત્રી છે. તેમની બુદ્ધિ, કુશળતા અને સખત મહેનતના ઉત્સાહને કારણે તેમણે યુવા મોરચાના નેતા તરીકે રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી, ત્યારબાદ પાલિતાણા ભાજપ એકમના પ્રમુખ હતા. ગુજરાતમાં સૌથી યુવા ધારાસભ્ય હોવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

મનસુખ માંડવીયાએ વર્ષ 2002 માં રાજકારણમાં તેમની કારકિર્દી શરુ કરી, જ્યાં તેમણે પાલિતાણા વિધાનસભા ચૂંટણી લડી અને ગુજરાતનો સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ વર્ષ 2004 માં, તેમણે તેમના મત વિસ્તારના શૈક્ષણિક પછાત ગામોને આવરી લેવા સામાજિક કારણોસર ‘બેટી બચાવો-બેટી પઢાવો’ માટે ‘કન્યા કેળવણી જ્યોત પદયાત્રા’ શીર્ષકથી 123 કિલોમીટર લાંબી પદયાત્રા આયોજિત કરી હતી. આ પહેલને આગળ ધપાવીને, 2006 માં તેમણે પોતાના મત વિસ્તારના 52 ગામોને આવરી લઇ “બેટી બચાવો-બેટી પઢાવો, વ્યસન છોડો” શીર્ષક સાથે જોડતા 127 કિ.મી. પદયાત્રા આયોજિત કરી હતી.

કેવી રહી તેમની કારકિર્દી:

2002-2007 પાલિતાણા માટે ગુજરાત વિધાનસભાના સભ્ય
2011-2012 અધ્યક્ષ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ
2012-2018 રાજ્યસભાના સભ્ય

2013 ભાજપ, ગુજરાતના સૌથી નાના રાજ્ય સચિવ
2015 ભાજપ, ગુજરાતના મહામંત્રી
2016-2019 માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય, શિપિંગ મંત્રાલય અને કેમિકલ્સ અને ખાતર ખાતું મંત્રાલય

2018 રાજ્યસભાના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા
2019 શિપિંગ માટે રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને રસાયણો અને ખાતર રાજ્ય મંત્રી

મનસુખ માંડવીયા તેમની બુદ્ધિ અને વિચારશીલ નેતૃત્વ માટે જાણીતા છે, આ લાક્ષણિકતા તેમના ભાષણોમાં સતત દેખાઈ આવે છે. 2015 માં, યુનાઇટેડ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. જ્યાં તેમણે ‘2030 એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ વિશે વાત કરી હતી. હાલની તારીખે પણ તેઓ સંસદ ભવનમાં સત્રમાં ભાગ લેવા પોતાના નિવાસેથી સાયકલ લઈને જાય છે. આમ પોતાનાથી ઓછામાં ઓછું પ્રદુષણ ફેલાય તેનું ધ્યાન રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.https://play.google.com/store/apps/details?id=com.trishul.newsઅમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *