Manu Bhaker Paris Olympics 2024: ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં તેના શાનદાર પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં કોઈ મેડલ જીતનારી મનુ પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. મનુ ભાકરની આ મેડલની સફર આસાન રહી નથી. મનુ ભાકરની આ બીજી ઓલિમ્પિક છે. તેણે છેલ્લી ટોક્યો ઓલિમ્પિક 2020માં(Manu Bhaker Paris Olympics 2024) તેની શરૂઆત કરી હતી, પરંતુ 10 મીટર એર પિસ્તોલ ક્વોલિફિકેશન રાઉન્ડ દરમિયાન તેની પિસ્તોલ તૂટી ગઈ હતી. આ કારણથી તે છેલ્લી વખતે મેડલ જીતી શકી ન હતી. પરંતુ આ વખતે મનુએ પોતાની પુરેપુરી તાકાત બતાવી અને નસીબને માત આપી મેડલને નિશાન બનાવ્યો.
14 વર્ષની ઉંમરેથી શૂટર બનવા માંગતી હતી
રિપોર્ટ્સ અનુસાર મનુ ભાકરે યુનિવર્સલ પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલ, ઝજ્જર, હરિયાણામાંથી શિક્ષણ મેળવ્યું છે. માત્ર 22 વર્ષની ઉંમરે મેડલ જીતનાર મનુ દિલ્હી યુનિવર્સિટીની જાણીતી લેડી શ્રીરામ કોલેજમાં પોલિટિકલ સાયન્સમાં બીએનો (ઓનર્સ) અભ્યાસ કરી રહી છે. ઓલિમ્પિકની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર મનુ ભાકરે રિયો ઓલિમ્પિક 2016 પછી નિશાનેબાજ બનવાનું નક્કી કર્યું હતુ. રિયો ઓલિમ્પિક પછી મનુએ અચાનક શૂટિંગ પર હાથ અજમાવ્યો. આ રમતમાં તેને રસ પડવા લાગ્યો. શૂટિંગમાં હાથ અજમાવ્યા બાદ આશરે એક સપ્તાહમાં મનુએ પોતાના પિતાને એક સ્પોર્ટસ પિસ્તોલ લઈ આવવા માટે કહ્યું. પિતાએ પણ દીકરીની માંગ તરત પૂરી કરી દીધી.
PM મોદીએ મનુ ભાકરને ફોન પર અભિનંદન પાઠવ્યા
મનુ ભાકરને ફોન પર અભિનંદન આપવાની સાથે પીએમ મોદીએ અન્ય સાથી ખેલાડીઓની હાલત પણ પૂછી હતી. પીએમ મોદીએ મનુને કહ્યું કે ટોક્યો ઓલિમ્પિકમાં રાઈફલે તમારી સાથે દગો કર્યો હતો, પરંતુ આ વખતે તમે બધી ખામીઓ પૂરી કરી અને મેડલ જીત્યો.
તમે ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરશો:PM મોદી
PM મોદીએ ફોન પર કહ્યું, ‘તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારી સફળતાના સમાચાર સાંભળ્યા પછી, હું ઉત્સાહિત અને ખુશ છું. જોકે સિલ્વર મેડલ પોઈન્ટ વન (.1)ને કારણે રહ્યો હતો. પરંતુ તેમ છતાં તમે દેશને ગૌરવ અપાવ્યું. તમને બે પ્રકારની ક્રેડિટ મળી રહી છે. પ્રથમ, તમે બ્રોન્ઝ મેડલ લાવ્યા છો અને શૂટિંગમાં મેડલ લાવનાર ભારતની પ્રથમ મહિલા છો. મારા તરફથી અભિનંદન. તેણે કહ્યું, ‘જુઓ, ટોક્યો ઓલિમ્પિકમાં રાઈફલે તમારી સાથે દગો કર્યો. પરંતુ આ વખતે તમે બધી ખામીઓ પૂરી કરી લીધી છે.
મને પુરી આશા છે કે તમે ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરશો. શરૂઆત ખૂબ જ સારી છે, તેના કારણે તમારો ઉત્સાહ પણ વધશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તેનાથી દેશને પણ ફાયદો થશે. શું બીજા બધા સાથીઓ ત્યાં ખુશ છે? તમારી મહેનતનું ફળ મળવાનું છે. તમે ઘરના લોકો સાથે વાત કરી? તમારા પિતા પણ ખૂબ ખુશ થશે કારણ કે તેમણે તમને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App