સરકાર (Indian Government) હંમેશા ગરીબ લોકોને પોતાના જીવન જરૂરીયાતોની વસ્તુઓ પૂરી પાડવા પ્રયસો કરતી હોય છે. તે માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ પણ બનાવવામાં આવે છે. આ પણ એક એવી જ યોજના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana) હેઠળ દેશના ગરીબ અને નબળા વર્ગના લોકોને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા જનધન ખાતાધારકોને દર મહિને હજારો રૂપિયાનો લાભ આપવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, આ યોજના દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં બેંકિંગ સુવિધાઓ વિકસાવવા માટે શરૂ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે જો તમારા જન ધન ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ તમે બેંકમાંથી 10 હજાર રૂપિયા સુધીની મદદ મેળવી શકો છો. આ યોજના હેઠળ સરકાર દ્વારા જનધન ખાતાધારકોને 10 હજાર રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી રહી છે. જો કે, અગાઉ બેંક દ્વારા ગ્રાહકોને માત્ર રૂ. 5 હજાર સુધીની જ ઓવરડ્રાફ્ટ સુવિધા આપવામાં આવતી હતી. ત્યાર પછી તેને વધારીને 10 હજાર કરવામાં આવી છે.
જો તમે બેંકની ઓવરડ્રાફ્ટ સુવિધા લેવા માંગો છો, તો આ યોજનાના નિયમ મુજબ તમારું ખાતું 6 મહિના જૂનું હોવું જોઈએ. નહિંતર, તમે 10,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મેળવી શકશો નહીં. આવી સ્થિતિમાં, તમે ચોક્કસપણે રૂ. 10,000 સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી શકો છો.
આ યોજનાથી લોકોને અઢળક લાભો પ્રાપ્ત થાય છે. ત્યારે તેના લાભો વિશે વાત કરીએ તો, તમને જન ધન ખાતામાં જમા રકમ પર વ્યાજની સુવિધા પણ મળે છે. આમાં તમે ફ્રી મોબાઈલ બેંકિંગનો લાભ પણ લઈ શકો છો. તે જ સમયે, આ સરકારી યોજના હેઠળના લાભના નાણાં સીધા તમારા ખાતામાં આવે છે. આ સિવાય RuPay કાર્ડ સાથે 1 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવર પણ ઉપલબ્ધ છે. જનધન ખાતા ધારકને ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે. આ સિવાય તમે ઝીરો બેલેન્સ પર પણ એકાઉન્ટ ચલાવી શકો છો.
આ યોજનામાં જો તમારે પણ જોડાવું હોય તો તેની પ્રક્રિયા આ મુજબ છે. આમાં ખાતું ખોલવા માટે, તમે સત્તાવાર વેબસાઇટ pmjdy.gov.in પર જઈને અરજી કરી શકો છો. આ સિવાય તમે કોઈપણ બેંકમાં જઈને સરળતાથી આ ખાતું ખોલાવી શકો છો. એટલું જ નહીં, જન ધન ખાતું ધરાવતા ગ્રાહકો પણ શ્રમ યોગી માનધન યોજનાની સુવિધાનો લાભ લઈ શકે છે. આ રીતે સરકાર દ્વારા અવનવી યોજનાઓ બનાવી ગરીબ લોકોને ઘણી મદદ કરવામાં આવતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.