હોસ્પીટલે કહ્યું, 50 હજાર આપો તો જ મૃતદેહ મળશે- જુઓ કેવી રીતે માતા-પિતા ભીખ માંગીને પૈસા કરી રહ્યા છે ભેગા

ક્યારેક અમુક સમાચાર આપણને હેરાન-પરેશાન કરી દે છે. આ પ્રકારના સમાચાર સામે આવતા માનવતા શર્મસાર થઇ ગઈ હોય તેવું લાગે છે. આવા દ્રશ્યો જોયા પછી…

ક્યારેક અમુક સમાચાર આપણને હેરાન-પરેશાન કરી દે છે. આ પ્રકારના સમાચાર સામે આવતા માનવતા શર્મસાર થઇ ગઈ હોય તેવું લાગે છે. આવા દ્રશ્યો જોયા પછી આપણને માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા(Social media) પર એક વિડીયો વાયરલ(Viral video) થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ લોકો પાસે ભીખ માંગી રહ્યો છે. તે એટલા માટે ભીખ માંગી રહ્યો છે જેથી તે પોતાના પુત્રના મૃતદેહને લઈ જઈ શકે.

મામલો બિહાર(Bihar)ના સમસ્તીપુર(Samastipur)નો છે, જ્યાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હોસ્પિટલ સ્ટાફ પુત્રના મૃતદેહ માટે વ્યક્તિ પાસેથી 50 હજાર રૂપિયાની માંગ કરી રહ્યો છે. આર્થિક રીતે નબળા હોવાથી પિતા પાસે પૈસાની માંગણી કરતા આખા શહેરમાં રખડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ ઘટના સમસ્તીપુર જિલ્લા હોસ્પિટલનો છે. પૈસા વગર અહીં કોઈ કામ થતું નથી. આ હોસ્પિટલમાં મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે. આરોગ્ય કર્મચારીઓને સમયસર પગાર મળતો નથી. આવી સ્થિતિમાં, તેઓ દર્દીઓના સંબંધીઓ પાસેથી પૈસા લેવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટના પર સિવિલ સર્જનનું કહેવું છે કે, દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં બિહારની સ્થિતિ દેખાઈ રહી છે. બિહાર સ્વાસ્થ્યના મામલામાં ખૂબ પછાત છે. પોસ્ટમોર્ટમ કરાવનાર કર્મચારીઓ મૃતદેહને બદલે 50 હજાર રૂપિયા લઇ આવો અને મૃતદેહ લઇ જવાનું કહી રહ્યા છે. આવી સ્થિતિમાં મજબૂર પરિજનો ભીખ માંગીને પૈસા ભેગા કરી રહ્યા છે. જો જોવામાં આવે તો સરકાર માટે આ એક મોટી થપ્પડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *