લોકોને યાદ રહેશે આ જન્માષ્ટમી: ગુજરાતના અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, પરેશ ગોસ્વામીની મુશળધાર આગાહી

Gujarat Rain LIVE Updates: રાજ્યના 32 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મોત્સવ પહેલા જ અનેક શહેરોમાં વરસેલા ધોધમાર વરસાદના(Gujarat Rain LIVE Updates) કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે જે જિલ્લાઓ અસરગ્રસ્ત છે તે જિલ્લાના કલેકટર અને મનપા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાતચીત કરી હતી. ગુજરાત અતિથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગતરાત્રિથી જ મેઘરાજાની ટ્વેન્ટી ટ્વેન્ટી અંદામાં બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યમાં સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 229 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં 10 ઈંચ નોંધાયો છે.

આણંદ શહેરના ભાલેજ રોડ પર આવેલ વરસાદી કાંસમાં કાર ખાબકી
આજરોજ બપોરના સમયે વરસતાં વરસાદ વચ્ચે આણંદ શહેરના ભાલેજ રોડ પર આવેલ વરસાદી કાંસમાં એક કાર ખાબકી હતી. સદનસીબે આ ઘટનામાં કારમાં સવાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. કાંસમાં ખાબકેલી આ કારને ક્રેન ની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

ગાંધીનગર શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા
ગાંધીનગર શહેરી વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી લેતા વિસ્ટા ગાર્ડન રોડ, મહાત્મા મંદિર રોડ પર પાણી ભરાયાં ગયા છે. જ્યારે ઘ – 4 અંડર પાસની માફક વાવોલ અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે.

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના” તેમણે વ્યકત કરી છે. તો સાથે જ “26,27 અને 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યમા મેઘ તાંડવની સંભાવના તેમણે દર્શાવી છે.