કચરાના ઢગલામાં મળી નવજાત બાળકી, પછી તો એવી માનવતા મહેકી કે… – જાણો વિગતવાર

જબલપુરના એક શહેરમાં મહેકેલી માનવતા જોવા મળી હતી. કહેવાય છે ને કે દીકરીઓ ભગવાનની અનુપમ ભેટ હોય છે. કન્યાદાન સૌથી મોટું દાન ગણાવવામાં આવ્યું છે. દીકરીઓને લક્ષ્મી સમાન માનવામાં આવે છે. આ જ કારણ છે કે પોતાની જન્મદાતા માતા એ જે નવજાત દીકરીને મમતાના આંચળથી દૂર કરી કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી તેને અપનાવવા માટે ઘણા લોકો આગળ આવ્યા છે. 25થી વધારે લોકોએ ફોન કરી બાળકીને ખોળે બેસાડવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમાં ભોપાલના અધિકારીઓથી લઈને પોલીસ અધિકારી અને શહેરના ઘણા મોટા પરિવારના લોકો સામેલ છે.

અધરતાલ પોલીસ સ્ટેશનના પ્રભારી શૈલેષ મિશ્રાએ જણાવ્યું કે બાળકીને ખોળે બેસાડવા માટે તેમની પાસે ૨૫થી વધારે લોકોના ફોન આવ્યા. બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને એકદમ સ્વસ્થ છે. ખોળે બેસાડવાની ઇચ્છા ધરાવનાર પરિવારને પ્રક્રિયા અંતર્ગત આવેદન કરવાનું કહેવામાં આવ્યું છે. માસૂમને કચરાના ઢગલામાં ફેંકનાર વિરુદ્ધ ધારા 317 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આસપાસના લોકોની પૂછપરછ કરી બાળકીના માતા વિશે શોધખોળ કરવામાં આવી રહી છે.

આ હતી ઘટના
અધરતાલ પોલીસ સ્ટેશન અંતર્ગત મહારાજ્પુર સુભાષનગરમાં કોઈએ બે દિવસની નવજાત બાળકીને કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. તેને બેહોશીની હાલતમાં પોલીસ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચાડી હતી. પોલીસ અધિકારીની તત્પરતાથી બાળકીનો સમય રહેતા ઉપચાર શરૂ થઈ ગયો હતો. તેમજ તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે. એસપીએ બંને પોલીસ અધિકારીઓને 500-500 રૂપિયાનું ઇનામ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *