મરાઠાઓને અનામત આપવા પ્રસ્તાવ મંજુર, શિક્ષણ-નોકરીમાં મળશે 16 ટકા અનામત

Published on: 9:42 am, Thu, 29 November 18

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાય માટે 16 ટકા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેને વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. હવે તેને મંજૂરી માટે વિધાનપરિષદમાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ સરકાર તરફથી રિપોર્ટ અને બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે, બુધવારે જ મરાઠા અનામતને લઈને વિધાનસભા સ્પીકરે સર્વદળીય બેઠક બોલાવી હતી.બેઠકમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસ, કેબિનેટની ઉપ સમિતિ સહિત વિપક્ષના તમામ નેતા હાજર રહ્યા.

સરકાર મરાઠા અનામતને લઈને સહમતિ સાધવા માટે પ્રયાસ કરી રહી હતી. ગૃહમાં મરાઠા સમાજ માટે રિપોર્ટ અને બિલ ડ્રાફ્ટ પર ચર્ચા પણ થઈ. તે પહેલા વિરોધી પાર્ટીના લોકો મરાઠા આરક્ષણ પર આવેલા રિપોર્ટને વિધાનસભા સમક્ષ રજૂ કરવાની માંગ કરી રહી હતી.

આ પહેલા ભાજપ અને શિવસેનાએ વ્હિપ જાહેર કરી તમામ સભ્યોને પોત-પોતાના ગૃહોમાં હાજર રહેવા માટે કહ્યું હતું. મૂળે એવું કહેવામાં આવી રહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામતને આરક્ષણને લઈ ગુરુવારે વિધાનમંડળના બંને ગૃહોમાં બિલ રજૂ કરશે.

સીએમ ફડણવીસે આપ્યા હતા સંકેત

આ પહેલા સીએમ ફડણવીસે સંકેત આપ્યો હતો કે મરાઠા સમુદાયને અનામત આપવાની ઔપચારિક જાહેરાત 1 ડિસેમ્બરે કરવામાં આવશે. ફડણવીસે કહ્યું હતું કે અમને મરાઠા અનામત પર બેકવર્ડ કમીશનના રિપોર્ટ મળી ગયો છે. હું આપ સૌને નિવેદન કરું છું કે તમે 1 ડિસેમ્બરે ઉજવણીની તૈયારી કરો. ફડણવીસના આ નિવેદનથી માનવામાં આવી રહ્યું હતું કે, સરકાર મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કરી શકે છે.

16 ટકા અનામત આપવાની આયોગે કરી હતી ભલામણ

આ પહેલા 15 નવેમ્બરે મહારાષ્ટ્ર પછાત વર્ગ આયોગે મરાઠાઓને 16 ટકા અનામત આપવાની ભલામણ કરી હતી. આ મામલામાં આયોગે પોતાનો રિપોર્ટ પણ સરકારને સોંપી દીધો હતો. સૂત્રો મુજબ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં 30 ટકા વસતી મરાઠાઓની છે, તેના કારણે તેમને સરકારી નોકરીમાં અનામત આપવાની જરૂર છે.

મરાઠાઓને અનામત આપવાથી ઓબીસીમાં કોઈ પરિવર્તન નથી કરવામાં આવે. જો આ અનામત પર મહોર વાગે છે તો તમામ શ્રેણીને મળી રાજ્યમાં કુલ 68 ટકા અનામત થઈ જશે જ્યારે તમામ રાજ્યોમાં અલગ-અલગ વર્ગને મળી 52 ટકા અનામત છે.

છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મરાઠા આંદોલન દરમિયાન અત્યાર સુધી રાજ્ય પરિવહનની બસો સળગાવીને લગભગ 50 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન રાજ્ય ભોગવી ચૂક્યું છે.