દેશમાં કોરોના(Corona)ની ગતિ ફરી એકવાર ઝડપી થવા લાગી છે અને 24 કલાકમાં 18 હજારથી વધુ કેસ નોંધાયા છે, તો બીજી તરફ પશ્ચિમ આફ્રિ(West Africa)માં એક નવા વાયરસે દસ્તક આપી છે. આ વાયરસનું નામ ‘મારબર્ગ(Marburg virus)’ છે અને તે ખૂબ જ ખતરનાક હોવાનું કહેવાય છે. WHOએ પણ આ નવા વાયરસને લઈને એલર્ટ જાહેર(WHO Alert) કર્યું છે.
મારબર્ગ વાયરસે આપી દીધી દસ્તક:
મારબર્ગ વાયરસે પશ્ચિમ આફ્રિકાના ઘાનામાં દસ્તક આપી છે. તે એક સંક્રમિત વાયરસ છે જે ઇબોલા કરતા વધુ ઝડપથી ફેલાઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ગુરુવારે કહ્યું કે ઘાનામાં લેવામાં આવેલા બે લોકોના સેમ્પલમાં મારબર્ગ વાયરસ હોવાનું જાણવા મળ્યું હતું અને તેથી જ તેઓ મૃત્યુ પામ્યા છે.
WHOનું કહેવું છે કે, ઘાનામાં લેવાયેલા સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. આવી સ્થિતિમાં, આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, તેની સામે લડવા માટે તૈયારીઓ તેજ કરવી જોઈએ. વાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કરનારા બે લોકોમાં ઝાડા, તાવ, ઉબકા અને ઉલ્ટી સહિતના લક્ષણો જોવા મળ્યા હતા.
મારબર્ગ વાયરસ કેવી રીતે ફેલાય છે?
નિષ્ણાતોનું માનવું છે કે મારબર્ગ વાયરસ ચામાચીડિયાથી ફેલાય છે. આથી પીડિત લોકોમાં આંતરિક રક્તસ્રાવ ઉપરાંત તાવ, માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાય છે અને પછી પીડિત મૃત્યુ પામે છે. આ વાયરસની હજુ સુધી કોઈ રસી નથી. ગયા વર્ષે ગિનીમાં આ વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો.
ભારતમાં છેલ્લા 24 કલાકના કેસ:
દેશમાં 24 કલાકમાં કોવિડ-19ના 18,840 નવા કેસ નોંધાયા છે અને 43 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 4,36,04,394 થઈ ગઈ છે અને 1,25,028 દર્દીઓ સારવાર હેઠળ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના શનિવારે સવારે 8 વાગ્યા સુધીના આંકડા અનુસાર, કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5,25,386 થઈ ગયો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,29,53,980 થઈ ગઈ છે. કોવિડ-19માંથી રિકવરીનો રાષ્ટ્રીય દર 98.51 ટકા છે. મૃત્યુદર 1.20 ટકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.