BIG NEWS: પૂર્વ મુખ્યમંત્રીને 4 વર્ષ જેલની સજા, 50 લાખ રૂપિયાનો દંડ – જાણો શું છે ગુનો?

નવી દિલ્હી(New Delhi): હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર સંપત્તિના કેસમાં કોર્ટે ચાર વર્ષની જેલ અને 50 લાખનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે ચૌટાલાએ પોતાની બિમારી અને કેસ જૂનો હોવાને કારણે સહાનુભૂતિની વિનંતી કરી હતી. સાથે જ સીબીઆઈએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એ સમાજ માટે કેન્સર સમાન છે, ભ્રષ્ટાચારના મામલામાં કોર્ટે એવી સજા આપવી જોઈએ જેથી કરીને સમાજમાં એક દાખલો બેસાડી શકાય. કોર્ટે ઓમ પ્રકાશ ચૌટાલાને ત્રણ વર્ષથી વધુની સજા સંભળાવી છે, તેથી તેમને જેલમાં જવું પડશે. જોકે, તે જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે જ્યાંથી તેને રાહત મળી શકે છે.

શું છે સમગ્ર ઘટના:
CBI દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, ચૌટાલા 1993 અને 2006 વચ્ચે 6.09 કરોડ રૂપિયાની સંપત્તિ એકત્ર કરવા માટે જવાબદાર છે. મે 2019માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 3.6 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી.

ચૌટાલાને જાન્યુઆરી 2013માં જેબીટી કૌભાંડમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2008માં, ચૌટાલા અને અન્ય 53 પર હરિયાણામાં 1999 થી 2000 દરમિયાન 3,206 જુનિયર મૂળભૂત પ્રશિક્ષિત શિક્ષકોની નિમણૂકના સંબંધમાં આરોપ મૂકવામાં આવ્યા હતા.

જાન્યુઆરી 2013માં કોર્ટે ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય સિંહ ચૌટાલાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દસ વર્ષની જેલની સજા ફટકારી હતી. ચૌટાલાને ગેરકાયદેસર રીતે 3,000 અયોગ્ય શિક્ષકોની ભરતી કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

2006માં નોંધાયો હતો કેસ 
કેસની સુનાવણી દરમિયાન કોર્ટને જાણવા મળ્યું કે, તેણે આવક કરતાં 100 ગણી વધુ સંપત્તિ મેળવી છે. આ મામલો કોર્ટમાં 16 વર્ષ સુધી ખેંચાયો. જણાવી દઈએ કે આ મામલે 2006માં કેસ નોંધવામાં આવ્યો હતો. ચૌટાલાએ હરિયાણાના મુખ્યમંત્રી રહીને આ અઢળક સંપત્તિ એકઠી કરી હતી.

સીબીઆઈએ કડક સજાની કરી હતી માંગ 
સીબીઆઈએ ચૌટાલાને સખત સજાની માંગ કરી હતી. તે જ સમયે, ચૌટાલાના વકીલે તેમના ખરાબ સ્વાસ્થ્ય અને સારા વર્તન માટે સજામાં હળવાશની અપીલ કરી છે. તેમના વકીલે કહ્યું હતું કે ચૌટાલાને ફેફસામાં ચેપ છે, તેઓ એકલા કપડાં પણ બદલી શકતા નથી. તેમને ક્યાંય પણ જવા માટે કોઈની મદદની જરૂર હોય છે. વકીલે દાવો કર્યો હતો કે, તે બીમાર હોવાની સાથે 90 ટકા અપંગ છે, તેથી તેને સજામાં રાહત આપવી જોઈએ.

ચૌટાલાના વકીલની દલીલો કામ ન લાગી 
ચૌટાલા તરફથી હાજર રહેલા એડવોકેટ હર્ષ શર્માએ રાઉઝ એવન્યુ કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમનો અસીલ શારીરિક રીતે વિકલાંગ છે અને જેલમાં અસ્થમા છે. આ કેસમાં તે જેલમાં છે અને તેની હાલની ઉંમર 87 વર્ષની છે. તેઓ 90 ટકા વિકલાંગ છે અને કોઈની મદદ વિના ક્યાંય પણ જઈ શકતા નથી. ચૌટાલાને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બિમારીઓ છે અને તેઓ ગુડગાંવના મેદાંતા ખાતે પણ સારવાર હેઠળ છે. તેને હ્રદયની બીમારી પણ છે અને પેસમેકર પણ ફીટ કરેલ છે. કોર્ટમાં તેમના મેડિકલ હિસ્ટ્રી વિશે માહિતી આપતા ચૌટાલાના વકીલે કહ્યું કે ચૌટાલાના ફેફસામાં પણ ઈન્ફેક્શન છે, જેની સારવાર ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જો કોઈ આરોપી અક્ષમ હોય તો કોર્ટ માનવતાના આધારે ઓછી સજા આપવાનું વિચારી શકે છે. ચૌટાલાના વકીલે કહ્યું કે ચૌટાલા કેટલો સમય જેલમાં રહ્યા છે તે પણ સજા સંભળાવતી વખતે ધ્યાનમાં લેવો જોઈએ. સજા પર નિર્ણય આપતી વખતે કોર્ટે તેમના આવા ખરાબ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.

ચૌટાલાના વકીલે કહ્યું કે, ઓપી ચૌટાલા પર 1993-2006 દરમિયાન અપ્રમાણસર સંપત્તિ પ્રાપ્ત કરવાનો આરોપ છે. આ સમય 20 વર્ષથી વધુ છે. આ દરમિયાન તેણે હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે. વકીલે કહ્યું કે ચૌટાલાનો જેલમાં સારો વ્યવહાર રહ્યો છે અને આ મામલામાં કોર્ટમાં પણ તેમણે ક્યારેય સુનાવણી મોકૂફ રાખવાની વિનંતી કરી નથી. કોર્ટની પ્રક્રિયામાં હંમેશા સહકાર આપ્યો.

બચાવ પક્ષની દલીલો સામે વાંધો ઉઠાવતા સીબીઆઈએ પૂર્વ મુખ્યમંત્રી ઓપી ચૌટાલાને મહત્તમ સજાની માંગ કરી હતી. સીબીઆઈના વકીલે કહ્યું કે દોષિત સ્વાસ્થ્યના આધારે સજામાં ફેરફારની માંગ કરી શકે નહીં. ભ્રષ્ટાચાર ઘટાડવા માટે કાયદા મુજબ સજા થવી જોઈએ. દોષિતની પત્ની અને 2 મોટા બાળકો છે. કોઈ તેમના પર નિર્ભર નથી.

સીબીઆઈના વકીલે કહ્યું કે, ભ્રષ્ટાચાર એ સમાજ માટે કેન્સર સમાન છે, ભ્રષ્ટાચારના મામલામાં કોર્ટે આવી સજા આપવી જોઈએ જેથી કરીને સમાજમાં દાખલો બેસાડી શકાય. તેમણે કહ્યું કે દોષિત જાહેર વ્યક્તિ છે. જો સજા ઓછી થશે તો સમાજમાં ખોટો સંદેશ જશે. એટલું જ નહીં, ચૌટાલાને બીજી વખત દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમની છબી સ્પષ્ટ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *