જો તમે તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નથી કર્યું, તો જલ્દી કરો કારણ કે સરકાર દ્વારા આ માટે 31 માર્ચ, 2021 સુધીનો જ સમય નક્કી કરવામાં આવ્યો છે. 31 માર્ચ સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક ન કરવા બદલ 1000 રૂપિયા દંડ થઈ શકે છે. જણાવી દઈએ કે, આવકવેરા કાયદા 1961માં લાગુ કરેલી કલમ 234 એચના કારણે આધારકાર્ડ અને પાનકાર્ડને લીંક કરવું જરૂરી છે.
આધાર સાથે પાન લીંક ન હોય તો આ નુકસાન થશે:
જણાવી દઈએ કે, જો તમે 31 માર્ચ સુધીમાં તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક નહિ કરો તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
આર્થિક વ્યવહારમાં પાનકાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. માત્ર આ જ નહીં, જ્યાં પણ પાનકાર્ડનો ઉપયોગ ફરજિયાત છે, ત્યાં તમે પાનકાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં.
તમને તમામ પ્રકારના બેંકિંગ ટ્રાન્ઝેક્શન, ડીમેટ એકાઉન્ટ, નવું બેંક ખાતું ખોલવામાં મુશ્કેલી પડશે. 31 માર્ચ પછી, પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે 1000 રૂપિયા દંડ ચૂકવવો પડશે.
પાનને આધાર સાથે જોડવાની તારીખ વધારવાની અપેક્ષા ઓછી
નિષ્ણાતો કહે છે કે, સરકારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે 31 માર્ચ, 2021ની નક્કી કરેલી છેલ્લી તારીખ આગળ જવાની અપેક્ષા નથી. આ એટલા માટે છે કે, બજેટ પ્રસ્તાવ 1 એપ્રિલ, 2021થી અમલમાં આવશે અને જો તમારી પાસે તમારા આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક નહી હોય તો તમારે દંડ ભરવો પડશે. નિષ્ણાતો એમ પણ કહે છે કે, જો પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક નથી, તો સંબંધિત વ્યક્તિએ આવકના સ્ત્રોત પર વધુ દંડ પણ ચૂકવવો પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.