Kedarnath cigarette Viral Video: ઉત્તરાખંડનું કેદારનાથ હંમેશાથી શ્રદ્ધાળુઓનું કેન્દ્રબિંદુ રહ્યું છે, પરંતુ ક્યારેક ત્યાંથી પણ હ્રદયસ્પર્શી કિસ્સાઓ સામે આવે છે. હાલ એક ખૂબ જ ભયાનક વીડિયો સામે આવ્યો છે જ્યારે બે લોકોએ મળીને એક મૂંગા ઘોડા પર અત્યાચાર કર્યો હતો. થયું એવું કે, સિગારેટમાં ચરસ ભેળવીને ઘોડાના મોં અને નાકમાં ભરી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.(Kedarnath cigarette Viral Video) આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ પછી પોલીસની એક ટીમ આ મામલે સક્રિય થઈ હતી.
#Uttrakhand Some people are making a horse smoke weed forcefully at the trek of Kedarnath temple.@uttarakhandcops @DehradunPolice @RudraprayagPol @AshokKumar_IPS
should look into this matter and find the culprit behind thispic.twitter.com/yyX1BNMiLk— Himanshi Mehra 🔱 (@manshi_mehra_) June 23, 2023
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાની છે. અહીં કેદારનાથમાં જ આવી ક્રૂરતા ત્યારે સામે આવી જ્યારે બે લોકોએ ઘોડાને નશામાં ચરસ ભરેલી સિગારેટ પીવડાવી. બંનેએ કેમેરાની સામે આ બધું કર્યું છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે લોકો ઘોડાના નાકમાં સિગારેટ પીવડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સિગારેટમાં કથિત રીતે ચરસ ભરવામાં આવ્યું હતું.
આટલું જ નહીં, આ ઘોડા સાથે ખૂબ જ બળ સાથે આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં ઘોડો પણ મોં હટાવતો જોવા મળી રહ્યો છે પરંતુ બંને જબરદસ્તીથી ઘોડાના મોંમાં કથિત ગાંજાના રોલ નાખી રહ્યા છે. આ પછી તે ધુમાડો છોડતો પણ જોવા મળ્યો છે. આ દરમિયાન બંને ક્યારેક ઘોડાનું મોં દબાવી રહ્યા છે તો ક્યારેક નાક દબાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક લોકોએ હોબાળો મચાવ્યો હતો.
લોકોએ સોશિયલ મીડિયા દ્વારા જ આ ઘોડા સંભાળનારાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ આ ઓપરેટરોની ઓળખ કરી રહી છે. એટલું જ નહીં, પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરે. વાયરલ વીડિયોના જવાબમાં ઉત્તરાખંડ પોલીસે ટ્વિટ કર્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.