ગાંજા તસ્કરોએ પોલીસ પર ચડાવી દીધી ગાડી, ખોફનાક સીસીટીવી આવ્યા સામે…

Attack on Police: દેશમાં તસ્કરોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેનું એક તાજુ ઉદાહરણ આંધ્રપ્રદેશના કાકીનાડાથી સામે આવ્યું છે. કાકીનાડા જિલ્લામાંથી આ ચોકાવનારો વિડિયો સામે આવ્યો છે. અહીંયા કીરલમપુડી પાસેથી કૃષ્ણવરમ ટોલનાકા પર ગાંજા તસ્કરોએ (Attack on Police) ભાગવા માટે પોલીસ કર્મીઓ પર ગાડી ચડાવી દીધી હતી. આ ભયાનક ઘટનામાં બે પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તસ્કરોની આ કરતુતના સીસીટીવી વિડીયો હવે સામે આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?
હકીકતમાં પોલીસને નવા વર્ષની ઉજવણી માટે ગાંજા તસ્કરીની સૂચના મળી હતી. સુચના અનુસાર પોલીસ દ્વારા ટોલનાકા પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. 31 ડિસેમ્બરની અડધી રાત્રે પોલીસે કૃષ્ણવરમ ટોલના શાકના આધારે એક કારને રોકી હતી. કારચાલકને ઘેરી લીધો હતો. પરંતુ અચાનક તેણે કાર હંકારી મૂકી હતી. પરિણામે બે પોલીસ કર્મીઓ કાર નીચે આવી ગયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

બે કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ
ટોલનાકા પર પોલીસે કારને રોકવાની કોશિશ કરી. જોકે કારચાલક પોલીસને કચડીને ત્યાંથી ભાગવામાં સફળ થયો હતો. પોલીસ તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર વાહન સામે ઊભેલા કોન્સ્ટેબલ લોવારાજુ અને તેના સાથી પોલીસ કર્મીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

ગાડી મૂકી ફરાર થયા આરોપી
પોલીસે ફરાર કારને પકડવા માટેની પણ કોશિશ કરી. જોકે કારને ટ્રેક કરતી વખતે ખબર પડી કે ટોલ પ્લાઝાથી ભાગેલા આરોપીઓએ પોતાની કાર રાજા નગરમ પાસે કેનાલ રોડ પર છોડી દીધી અને ત્યાંથી તે ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી છે અને આરોપીઓની શોધખોળ આદરી છે.