Drugs Caught in Gujarat: ગુજરાત ધીમે ધીમે ડ્રગ્સ, ચરસ અને ગાંજા માટે મુખ્ય મથક બની ગયું છે.જેમાં ગાંજાની હેરાફેરી કરનારને જાણે કે એમ હશે કે તેઓ અલગ અલગ કીમિયા અજમાવીને ગાંજો પહોંચાડી દેશું. પરંતુ પોલીસ એના કરતા પણ 2 ડગલાં આગળ છે આ વાત કદાચ તેઓ ભૂલી ગયા હશે. કારણકે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગની સંયુક્ત કામગીરીએ ફરી એકવાર ગુજરાતને બદનામ થતાં બચાવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ(Drugs Caught in Gujarat) ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે ઝડપી પાડ્યું છે. ડ્રગ્સના જે વિડીયો આવ્યા છે તે જોઈને ચોક્સથી તમે ચોકી જશો…
સંયુક્ત ટીમ દ્વારા 11 કિલો ગાંજાનો જપ્ત
શહેર ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ હંમેશા સર્તક અને ફરજપુર્વક તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તકેદારી રાખે છે.અમેરિકાથી 3.50 કરોડનું હાઇબ્રીડ અને લિક્વિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પાર્સલ ડિલિવર થાય તે પહેલા ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની પૂછપરછ કરીને કડી મેળવી હતી. 58 શંકાસ્પદ પાર્સલમાંથી હાઈબ્રીડ અને લિકવિડ ગાંજો ઝડપાયો. અમદાવાદ શહેરની ડોગ સ્કોડ દ્વારા પાર્સલ ની તપાસ કરવામાં આવી હતી. બંને એજન્સીઓ દ્વારા નિયમિત દેખરેખ દરમ્યાન એક ઈનપુટ મળ્યુ હતુ કે, પેડલર્સ સરહદ પારથી માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરી માટે ડાર્કવેબ અને અન્ય સોશિયલ મીડીયા ઉપયોગ કરે છે. જેથી તુરત જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ સંયુક્ત ટીમ સેટઅપ કરવામાં આવેલ અને આ ટીમ દ્રારા સફળતાપુર્વક ઘણા કુરિયર પાર્સલને અટકાવવામાં આવ્યા હતા.
58 શંકાસ્પદ પાર્સલો જપ્ત કરાયા
શંકાસ્પદ કુરીયરોની અમદાવાદ શહેર ડૉગ સ્કવોડ દ્વારા તપાસ કરતાં કુલ 58 શંકાસ્પદ પાર્સલ મળી આવેલા હતા. જેમાં વગર પાસ પરમીટનો બિન-અધિકૃત ગાંજાનો 11 કિલો જથ્થો મળી આવ્યો હતો. 601 ગ્રામ ગાંજાના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.3,48,03 000 /- તથા O.P.M.S. GOLD liquidKROTOM EXTRACT 8.8 ML શીશી નંગ-60ની કિંમત રૂ.72000 /- મળી કુલ કિંમત રૂ. 3,48,75,000 જેટલી કિંમત થાય છે.
અમેરિકા પોસ્ટમાં આવ્યા હતા પાર્સલ
અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યું હતું. આ પાર્સલમાં 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કરી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોસ્ટ દ્વારા આવેલા આ પાર્સલમાં હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો હોવાનું પણ સામે આવ્યું છે. 58 પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યાં હતાં, જેમાં રમકડાં, બાળકોના મોજા, સાડી અને ડાઈપરમાં ગાંજો, વનસ્પતિ અને લિક્વિડ હાઇબ્રીડ બોટલો સંતાડેલી જોવા મળી હતી. કરોડોની કિંમતનું કન્સાઇમેન્ટ પેડલરો સુધી પહોંચે તે પહેલાં ક્રાઇમ બ્રાંચે પકડી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
આવા રમકડાંમાં છુપાયેલો હતો ગાંજાનો જથ્થો
અગાઉની જેમ આ વખતે પણ ડ્રગ્સ સપ્લાયરો દ્વારા બેબી ડાયપર, રમકડાં, સ્પાઇડર મેન, સ્ટોરી બૂક, વિટામિન કેન્ડી, સ્પિકર, ફોટોફ્રેમ, એન્ટીક બેગ વગેરેના પાર્સલની આડમાં ગાંજો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે આગામી સમયમાં આ જ પ્રકારે પાર્સલની આડમાં ગાંજાના જથ્થાની ડિલિવરીનો પર્દાફાશ કરવાની કામગીરી ચાલુ રાખશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App