સતત બીજા દિવસે ઇંધણના ભાવમાં થયો ભડકો- જાણો ક્યાં પહોચ્યા આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ

ક્રૂડ ઓઇલ(Crude oil)માં આગની અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ના ગ્રાહકોના ખિસ્સા પર દેખાય છે. આજે સતત બીજા દિવસે ઓઇલ કંપનીઓ(Oil companies)એ ડીઝલના ભાવમાં વધારો કર્યો…

ક્રૂડ ઓઇલ(Crude oil)માં આગની અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ના ગ્રાહકોના ખિસ્સા પર દેખાય છે. આજે સતત બીજા દિવસે ઓઇલ કંપનીઓ(Oil companies)એ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા 4 દિવસમાં આ ત્રીજી વખત ડીઝલ મોંઘુ થયું છે. બીજી બાજુ, પેટ્રોલની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી. પરંતુ હાલમાં પેટ્રોલની કિંમત આસમાને છે. ઓઇલ કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ભાવ અનુસાર, ડીઝલના ભાવમાં આજે 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. અગાઉ રવિવાર અને શુક્રવારે ડીઝલના ભાવમાં વધારો થયો હતો. છેલ્લા 4 દિવસમાં ડીઝલ 70 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

જાણો ક્યાં પહોંચ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ?
ઇન્ડિયન ઓઇલ (IOC)ની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.32 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં આજે પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.94 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં આજે પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 92.42 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.93 રૂપિયા પ્રતિ લીટર છે. બેંગલુરુમાં આજે પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.80 રૂપિયા પ્રતિ લિટર છે.

લખનઉમાં આજે પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 89.50 રૂપિયા પ્રતિ લીટર છે. પટનામાં આજે પેટ્રોલ 103.79 રૂપિયા અને ડીઝલ 95.40 રૂપિયા પ્રતિ લિટર છે. જયપુરમાં આજે પેટ્રોલ 108.13 રૂપિયા અને ડીઝલ 98.53 રૂપિયા પ્રતિ લીટર છે. ગુરુગ્રામમાં આજે પેટ્રોલ 98.94 રૂપિયા અને ડીઝલ 90.04 રૂપિયા પ્રતિ લિટર છે. હૈદરાબાદમાં આજે પેટ્રોલ 105.26 રૂપિયા અને ડીઝલ 97.46 રૂપિયા પ્રતિ લિટર છે. રાંચીમાં આજે પેટ્રોલ 96.21 રૂપિયા અને ડીઝલ 94.32 રૂપિયા પ્રતિ લીટર છે. દહેરાદૂનમાં આજે પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 90.15 રૂપિયા પ્રતિ લિટર છે અને શિમલામાં આજે પેટ્રોલ 98.74 રૂપિયા અને ડીઝલ 88.61 રૂપિયા પ્રતિ લિટર છે.

સપ્ટેમ્બરમાં કેવો રહ્યો ઇંધણનો ભાવ:
લાંબા સમય બાદ સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓઇલ કંપનીઓએ આ સમયગાળા દરમિયાન બે વખત છૂટક કિંમતોમાં ઘટાડો કર્યો હતો. મહિનાની શરૂઆતમાં એટલે કે 01 સપ્ટેમ્બરના રોજ, ભારતીય બજારમાં સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 15-15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. આ પછી, 5 સપ્ટેમ્બરે પણ આ જ કપાત કરવામાં આવી હતી. એટલે કે, એક સપ્તાહના સમયમાં રિટેલ ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. જોકે, મહિનાના અંતે ફરી એક વખત ભાવમાં વધારો થયો છે. છેલ્લા 4 દિવસમાં ડીઝલના ભાવમાં ત્રણ વખત વધારો થયો છે. રવિવારે ડીઝલ 25 પૈસા અને અગાઉ શુક્રવારે 20 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. તે જ સમયે, પેટ્રોલમાં સતત વધારાથી રાહત છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *