કુંભના શ્રધ્ધાળુઓ બન્યા સુપર સ્પ્રેડર: કુંભ માંથી ઘરે પરત ફરેલા 61 લોકો માંથી 60 કોરોનાગ્રસ્ત

હરિદ્વાર કુંભ પછી, કોરોના ફાટી નીકળવાનું શરૂ થયું છે. મધ્યપ્રદેશના વિદિશામાં કુંભથી પરત આવતા 83 યાત્રાળુઓમાંથી 60 જેટલા લોકો કોરોના પોઝીટીવ સામે આવતા લોકોમાં ચકચાર…

હરિદ્વાર કુંભ પછી, કોરોના ફાટી નીકળવાનું શરૂ થયું છે. મધ્યપ્રદેશના વિદિશામાં કુંભથી પરત આવતા 83 યાત્રાળુઓમાંથી 60 જેટલા લોકો કોરોના પોઝીટીવ સામે આવતા લોકોમાં ચકચાર મચી હતી, જ્યારે એમાંના જ 22 લોકોજી કોઈ માહિતી અમલી નથી. આ આખો મામલો વિદિશા જિલ્લા મથકથી 40 કિમી દૂર આવેલા ગ્યરાસપુરનો છે. આવા તો કેટલાય કિસ્સાઓ હાલમાં દેશના અલગ અલગ સ્થળેથી સામે આવશે કારણ કે કુંભમાં લાખો લોકો ભીડમાં ભેગા થયા હતા અને કોરોનાને પણ મોખરું મેદાન મળ્યું હતું.

વિદિશા જિલ્લા વહીવટીતંત્ર મુજબ, 11 થી 15 એપ્રિલની વચ્ચે ત્રણ અલગ-અલગ બસોમાં 83 યાત્રાળુઓ હરિદ્વાર જવા રવાના થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે તેઓ પહેલા ગ્યારાસપુરથી હેડક્વાર્ટરની ગાડીમાં પહોંચ્યા, પછી મુખ્યાલયથી હરિદ્વારની બસમાં ચઢ્યા હતા. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, 25 એપ્રિલે યાત્રાળુઓ ગ્યારસપુર પરત આવ્યા હતા.

આ પછી, કુંભમાં ગયેલા તમામ લોકોની શોધખોળ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ અનુસાર, હરિદ્વાર ૮૩ જેટલા યાત્રાળુઓ ગયા હતા પરંતુ ૮૩ માંથી ૬૧ લોકોની જ માહિતીમળી હતી અને આ ૬૧ માંથી ૬૦ જેટલા લોકો કોરોના પોઝીટીવ મળી આવ્યા હતા. અને બાકીના ૨૨ જેટલા લોકોની કોઈ જ માહિતી છે નહિ.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 60 માંથી પાંચની હાલત ખુબ જ ગંભીર હોવાનું જણાતાં તેમને કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. આ સિવાય બાકીના 55 જેટલા ચેપગ્રસ્ત લોકો ઘરે બેઠા બેઠા સારવાર કરી રહ્યા છે. એક અધિકારીએ કહ્યું કે અમે કુંભથી આવતા લોકો પર નજર રાખી રહ્યા છીએ, કારણ કે એવી આશંકા છે કે જો સમયસર તેમને અલગ ન કરવામાં આવે તો તેઓ સુપર સ્પ્રેડર બનશે.

તમને જણાવી દઈએ કે, હરિદ્વાર કુંભ દરમિયાન ઘણા લોકોને કોરોના ચેપ લાગ્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા સાધુ સંતોના મોત પણ થયા છે. એવું માનવામાં આવતું હતું કે ભક્તો કુંભથી પોતપોતાના ઘરે પાછા ફરશે, ત્યારે કોરોના ચેપનું જોખમ વધુ વધશે. આવી સ્થિતિમાં દરેક રાજ્ય સરકાર સજાગ થઈ ગઈ છે અને હરિદ્વારથી આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *