થારને પણ ટક્કર આપશે મારુતિ સુઝુકીની આ નવી કાર- ફીચર્સ જોઇને આંખો પહોળી થઇ જશે

ભારતની સૌથી લોકપ્રિય કાર કંપની મારુતિ સુઝુકી ભારતમાં નવી SUV Jimmy લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું…

ભારતની સૌથી લોકપ્રિય કાર કંપની મારુતિ સુઝુકી ભારતમાં નવી SUV Jimmy લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જીમીને ભારતમાં લોન્ચ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.

ઓટો એક્સપર્ટ્સનું કહેવું છે કે, જીમી ભારતમાં એક ઓફ-રોડર કાર છે. તે મહિન્દ્રાની થાર સાથે સ્પર્ધા કરશે. કંપનીએ 2020 ઓટો-એક્સપોમાં થ્રી-ડોર જીમી સિએરા રજૂ કરી હતી. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતમાં તેને 5-ડોર વેરિઅન્ટમાં રજૂ કરી શકાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વાહન ભારતમાંથી એક્સપોર્ટ કરવામાં આવશે.

મારુતિની આ કારમાં 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે. આ એન્જિન 102 PSનો પાવર અને 130 Nmનો ટોર્ક જનરેટ કરે છે. 4-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનના વિકલ્પ સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઓફર કરી શકાય છે. તેમાં 4 વ્હીલ ડ્રાઈવ હોઈ શકે છે.

મારુતિ સુઝુકી જીમ્ની એપલ કાર-પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ સાથે 7-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવે તેવી અપેક્ષા છે. જીમીમાં ઓટો એલઇડી હેડ લેમ્પ, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, હાઇ બીમ સપોર્ટ સાથે ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ મળશે.

જીમીના સેફ્ટી ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં તમામ સીટો પર એરબેગ્સ, એન્ટીલોક બ્રેકીંગ સિસ્ટમ – ABS, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, પ્રી-ટેન્શનર, ટ્રેક્શન કંટ્રોલ, હિલ હોલ્ડ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. રાઉન્ડ શેપના હેડલેમ્પ્સ સાથે ફ્લેટ રૂફ વાહનને રેટ્રો લુક આપે છે.

મારુતિ સુઝુકી જીમી સિએરાની કિંમત 10 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. તેને મારુતિના નેક્સા આઉટલેટ પર વેચી શકાય છે. મારુતિ સુઝુકી જીમી ભારતીય કાર માર્કેટમાં મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખા જેવી કારને ટક્કર આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *