18 વર્ષીય યુવતીનું અપહરણ કરી ‘ધર્મ પરિવર્તન’ કરાવ્યું- બળજબરીથી લગ્ન કરી…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ફતેપુર જિલ્લામાં યુવતીનું અપહરણ કરી ધર્મ પરીવર્તન કરવામાં આવ્યાના સમાચાર સામે આવ્યા છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો? પિડિતાએ ખુદ પોલીસને…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ફતેપુર જિલ્લામાં યુવતીનું અપહરણ કરી ધર્મ પરીવર્તન કરવામાં આવ્યાના સમાચાર સામે આવ્યા છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો? પિડિતાએ ખુદ પોલીસને તેની સાથે વીતેલી આપવીતી જણાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને ગિરફ્તાર કર્યો. આ સમગ્ર ઘટના ફતેપુર જિલ્લા ના ગાજીપૂર થાના ક્ષેત્ર(Ghazipur police station) ના શાખા ગામનો છે.

૨૪ વર્ષીય આરોપીએ ૧૮ વર્ષની યુવતીનું 31 માર્ચ ના રોજ અપહરણ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ લખાવી કે, તેની દીકરી ગુમ થઈ ગઈ છે. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી.

થોડા દિવસો પછી અચાનક પીડિતા આરોપીની જાળમાંથી છૂટીને ઘરે પરત ફરી અને તેની સાથે જે કંઈ પણ થયું હતું તે સંપૂર્ણ ઘટના તેના પિતાને કીધી. ત્યારબાદ તેના પિતા પોલીસ સ્ટેશન લઇ ગયા અને પીડિતાએ તેના મુખેથી કહ્યું કે, એક અજાણ્યો યુવક મારૂ અપહરણ કરીને મને એક મસ્જિદમાં લઈ ગયો અને ત્યાં જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું, ત્યારબાદ તેણે મારી સાથે લગ્ન કરી લીધા અને થોડા દિવસો પછી હું તેનું ધ્યાન ભટકાવી ને ત્યાંથી ભાગી નીકળી હતી.

ત્યારબાદ પોલીસે તપાસ કરી અને આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુભાષ સિંહ(Subhash Singh) દ્વારા એક અરજી આપવામાં આવી હતી કે, એક યુવક તેની છોકરીને ફોસલાવી તેની સાથે લઇ ગયો હતો. પોલીસે આ અંગે આરોપી મિર્ઝા સાબિરની ધરપકડ કરી અને જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *