મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત(accident) થયો હતો. જેમાં 4 મહિલાઓ સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તમામ મૃતકો એક જ પરિવારના જણાવવામાં આવી રહ્યા છે. મિર્ઝાપુર(Mirzapur) વિસ્તારમાં રહેતો પરિવાર ડૉક્ટર પાસેથી દવા લઈને વાનમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. વાનમાં કુલ 7 લોકો સવાર હતા.
મળતી માહિતી અનુસાર, ગંદેવડ વિસ્તારમાં દિલ્હી યમુનોત્રી હાઈવે પર મીરગઢ નજીક વાન પહોંચતા જ ઝડપથી આવતી ટ્રકે મારુતિ વાનને ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે વાન બ્લાસ્ટ થતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિની હાલત નાજુક છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે ટ્રકનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સીએમ યોગી આદિત્યનાથે પણ આ અકસ્માત અંગે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે.
આ અંગે એસએસપી વિપિન ટાડાએ જણાવ્યું કે, મારુતિ વાન અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાકીના 3ના મોત થયા હતા. હાલ એક વ્યક્તિની હાલત હજુ પણ નાજુક છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સહારનપુર (Saharanpur)ના દિલ્હી-યમુનોત્રી હાઈવે(Delhi-Yamunotri Highway) નો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.