બજારમાં લોન્ચ થવા જઈ રહી છે નવી Maruti Ertiga, ફીચર્સ અને કિંમત જાણી અત્યારે જ લેવા ઉપડશો

મારુતિ સુઝુકી આજે તેની સૌથી સસ્તી 7-સીટર MPV કાર Maruti Ertiga નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, કંપની નવી Ertigaમાં ઘણા નવા યુગના એડવાન્સ ફીચર્સ ઓફર કરી શકે છે. આ સિવાય કારના એક્સટીરિયર લુકમાં પણ કેટલાક ફેરફાર કરી શકાય છે. જ્યારે લોન્ચ કરવામાં આવશે, ત્યારે Ertingaનો મુકાબલો Hyundai Alcazar અને તાજેતરમાં લોન્ચ કરાયેલ Kia Carens સાથે થશે.

મારુતિ નવી Maruti Ertiga ને ચાર મૉડલમાં ઑફર કરશે, જેમાં LXI, VXI, ZXI અને ZXI+ વેરિઅન્ટનો સમાવેશ થાય છે. VXI, ZXI અને ZXI+ ટ્રીમ્સ સાથે ઓટોમેટિક ગિયર શિફ્ટિંગ વિકલ્પ મળી શકે છે. નવી Ertiga 7 કલર વિકલ્પો સાથે આવશે, જેમાં પર્લ આર્ક્ટિક વ્હાઇટ, સ્પ્લેન્ડિડ સિલ્વર, પર્લ ડિગ્નિટી બ્રાઉન, મેગ્મા ગ્રે, ઓબર્ન રેડ, પ્રાઇમ ઓક્સફોર્ડ બ્લુ અને મિડનાઇટ બ્લેક શેડ્સનો સમાવેશ થાય છે.

Maruti Ertiga હાલમાં ભારતીય બજારમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે વેચાણ માટે ઉપલબ્ધ છે. આ સિવાય તેનું CNG વેરિઅન્ટ પણ આવે છે. હાલમાં, Ertigaની કિંમત રૂ. 9.29 લાખ(એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે અને રૂ. 12.68 લાખ સુધી જાય છે. કંપની નવી Ertigaને નવા એન્જિન વિકલ્પો, નવા ટ્રાન્સમિશન વિકલ્પો અને ઘણા નવા ફીચર્સ સાથે અપડેટ કરી રહી છે. આવી સ્થિતિમાં, તેની કિંમત પહેલા કરતા થોડી વધારે હોવાની સંભાવના છે. એવી આશા છે કે નવી Ertigaની કિંમત 10 લાખથી 13 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

નવી Maruti Ertiga ના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, તેમાં અપડેટેડ ગ્રિલ, નવા એલોય વ્હીલ્સ અને ફરીથી ડિઝાઇન કરેલા બમ્પર મળશે. ઇન્ટિરિયર્સમાં Hi Suzuki કનેક્ટેડ કાર ટેક્નોલોજી સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. તેના એન્જિન વિશે વાત કરીએ તો, તે નવી MPVમાં 1.5-લિટર ડ્યુઅલજેટ, ડ્યુઅલ VVT પેટ્રોલ એન્જિન સાથે આવનાર પ્રથમ મારુતિ કાર હશે. નવું 1.5-લિટર K15C ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન મહત્તમ 115bhp પાવર ઉત્પન્ન કરવામાં સક્ષમ છે જે હાલના મોડલ કરતાં વધુ છે.

Maruti Ertiga ફેસલિફ્ટ મારુતિની પ્રથમ કાર હશે જે છ-સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ સાથે આવે તેવી અપેક્ષા છે. મારુતિને સિક્સ-સ્પીડ AT સાથે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળશે. નવી Ertigaમાં પેડલ શિફ્ટર્સ પણ મળી શકે છે. અર્ટિગાની બીજી અને ત્રીજી હરોળમાં સ્પ્લિટ ફોલ્ડિંગ સીટ પણ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *