ખજુરભાઈની સેવા: જે કામ બે રાજ્ય સરકારે ન કર્યું એવું કામ કરી નાખ્યું, વિડીયો જોઇને બોલશો વાહ ભૂદેવ વાહ

આજે અમે તમને એક એવી રીયલ સ્ટોરી વિષે જણાવવા જઈ રહ્યા છે કે જેણે જાણીને તમારા રૂંવાડા બેઠા થઇ જશે તમને આજે એક એવા ગામ…

આજે અમે તમને એક એવી રીયલ સ્ટોરી વિષે જણાવવા જઈ રહ્યા છે કે જેણે જાણીને તમારા રૂંવાડા બેઠા થઇ જશે તમને આજે એક એવા ગામ વિષે જણાવીશું કે જે ગુજરાતનું છેવાડાનું ગામ છે અને ત્યાં લોકો કેવી મુશ્કેલીઓમાં જીવન નિર્વાહ કરી રહ્યા છે.

આ ગામ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલુ હોવાથી રાજ્યસરકારની પ્રાથમિક સુવિધાઓ કે મદદ સમયસર મળતી નથી અહીયાના લોકોને ખુબ મુશ્કેલી પડે છે. વાત છે અહી વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાનું ઘોટવાડ ગામ જે વલસાડથી 80 કીલોમીટર જેટલું અંદર થાય છે. અહી મુખ્ય સમસ્યા પાણીની છે.

આવા ધોખધમતા તાપમાં આપણને પણ પીવાના પાણી મળવામાં વિલંબ થાય તો આપણી હાલત ઢીલી થઇ જાય છે તો જરા ચારો જ્યાં પીવાના પાણીની અછત હશે ત્યાના લોકો પર શું ગુજરતી હશે? આ ઘોટવાડ ગામમાં કુવાઓ તો ઘણા બધા છે પરંતુ પાણીના અભાવના કારણે ખાલી ખમ પડ્યા છે.

ગામના છેવાડે એક નાનો કુવો છે જેમાં આજુબાજુના વિસ્તારમાં ઝરણા હોવાના કારણે ધીમે ધીમે ટીપે ટીપે પાણી આવ્યા કરે એક ડોલ ભરતા એક થી દોઢ કલ્લાકનો સમય લાગે જેમાંથી બધા ધીરે ધીરે વારાફરતી પાણી ભરીલે છે. એક દિવસમાં આવી રીતે 10 થી 12 ડોલ ભરાઈ શકે છે, અહી લોકોને પીવાનું પાણી ખુબજ મુશ્કેલીથી અને ખુબ દુર સુધી ગયા પછી મળે છે.

ઘોટવાડ ગામના એક રહીશના જણાવ્યા અનુસાર અહી ગામમાં એક કુવો તો છે પણ પુરાણના કારણે કુવો પાણી નહીં પરંતુ માટીથી ભરાઈ ગયો છે.જો ઉંચાણવાળી જગ્યાએ કુવો બનાવીને મોટર દ્વારા પાણી ખેચીને સંગ્રહ કરવામાં આવે તો પછી તે પાણીને પાઈપ દ્વારા કુવા સુધી પોહ્ચાડીને લોકોને સરળતાથી પાણી મળી શકે છે.

વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના આ ઘોટવાડ ગામ આંતરીયાળ વિસ્તાર હોવાના કારણે અહી રસ્તાઓ પણ ખુબજ ખરાબ છે અહિયાં જંગલ જેવા ઉબદ્ખાબડ રસ્તાઓ છે અને રસ્તાઓ મોટા મોટા પથ્થરો અને જાળવીને ના ચાલો તો જરૂરથી લપસીને પડો. આવી પરિસ્થતિ અને એમાય ઉનાળો કહે મારું કામ આવા ધોખધામતા તાપમાં માથે બેડું લઈને દુર સુધી પાણી ભરવા જવાનું અને પાછુ આવવાનું વીચારો કેવી હાલત થતી હશે?

ઘોટવાડ ગામના એક રહીશ જણાવે છે કે, મે-જુન માસમાં તો અહીયાની હાલત ખુબ ખરાબ થઇ જાય છે અને પાણી ખુબજ ઓછી માત્રામાં અને મુશ્કેલીથી મળે છે આસપાસના બોરમાંથી પણ પાણી આવતા બંધ થઇ જાય છે તાપના કારણે ઝરણા પણ સુકાઈ ગયા હોવાના કારણે ખુબ તકલીફ પડે છે. ઘણી વાર તો અહીયાના લોકોને ગંદુ પાણી કે જે ના પીવું જોઈએ તેણે પણ ગાળીને પીવું પડે છે.

આ તમામ માહિતી આપનાર અને ત્યાં ગામના લોકોની વચ્ચે જઈને તેમને પડતી મુશ્કેલીઓ અને દુઃખ વિષે જાતે જઈને જાણીને ગુજરાતના જાણીતા કોમેડિયન અને યુટ્યુબર જીગલી અને ખજુર તરીકે ગુજરાત અને દેશ વિદેશમાં જાણીતા તરુણભાઈ જાની છે જેઓ ગામલોકોની સમસ્યા જાણ્યા બાદ એક દિવસ પરોઢિયે પોતાની ટીમ સાથે 150 કિલોમીટર દુર સુધી આ ગામના લોકોની મદદ કરવા દોડી આવ્યા

વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના આ ઘોટવાડ ગામને તાત્કાલિક નવો કુવો બનાવી આપવામાં આવે અને પાણી ભરીને અપાય તો પણ તેમાં એકથી બે મહિનાનો સમય લાગે કારણકે ગામ પહાડી વિસ્તારમાં અને છેવાડાનું હોવાના કારણે વિલંબ થાય તેથી તરુણભાઈ જાની તાબડતોબ નજીકના શહેરમાં પોહ્ચીને ગામલોકો માટે 2 ડઝનથી વધારે પ્લાસ્ટીકના ટાંકા લઇ આવ્યા

તરુણભાઈ જાની કહે છે કુવો બને ત્યાં સુધી લોકોને ટાંકા દ્વારા પાણી પોહચાડી શકાય તેથી તેઓ શહેર જઈને ટાંકા, પાઈપ, મોટર તેમજ સાથે સાથે પ્લમ્બરને પણ લઇ આવ્યા અને કામગીરી પણ શરૂ કરી દીધી શરૂઆતમાં પાણીના મોટા ટેન્કરો દ્વારા પાણી લઈને શહેર માંથી ગામડાઓમાં લાવીને આ ટાંકાઓ ભરી આપવામાં આવશે.

ગુજરાતના જાણીતા કોમેડિયન અને યુટ્યુબર કે જેઓ જીગલી અને ખજુર તરીકે દેશ-વિદેશમાં જાણીતા છે તેવા તરુણભાઈ જાની પોતે શેર કરેલા ફેસબુકના વીડિયોના માધ્યમથી વિનતી કરી રહ્યા છે કે સામાજિક સંસ્થાઓ સેવા ભાવી સંસ્થાઓ તેમજ સામજિક આગેવાનો કઈક કરવા માંગતા હોય તો એ આ બાબતે ગંભીર પૂર્વક વિચારીને પાણીની પડતી મુશ્કેલીઓ બાબતે સારું કાર્ય કરે તેવી તેમની ઈચ્છા છે.

વલસાડના આ ગામમાં જેવું સેવા કાર્ય શરૂ થયું તેવાજ અહીન્જા ગામલોકો પોતે સ્વયંભુ સેવા કાર્યમાં જોતરાઈ ગયા હતા. આવા અસહ્ય ઉનાળામાં અને કડક ગરમીમાં માણસોની હાલત ખરાબ થઇ જતી હોય તો જારા વિચારો મૂંગા પશુ પ્રાણીઓની હાલત પાણી વગર શું થતી હશે? તરુણભાઈ જાની કહી રહ્યા છે કે ઉનાળો ચાલે છે, લોકોને મદ્દદ કરજો, પાણી પૂરું પાડજો

તરુણભાઈ જાની ભૂતકાળમાં પણ અનેક સેવાભાવી કાર્યો કરી ચુક્યા છે. ઘણા બધા લોકોને નવા ઘર બાંધી દીધા છે.સેવાનું એક અનોખું કાર્ય તેમણે ઉપાડ્યું છે. સાથે સાથે તેઓ અભિનય પણ ખુબ સારો કરી જાણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *