હાલમાં એક ઘટના સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં આવેલ સહારનપુરમાં રખડતા કૂતરાઓના ટોળાએ ફક્ત વર્ષીય માસૂમ પર હુમલો કર્યો હતો. કૂતરાના કરડવાને લીધે બાળક ખુબ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારપછી તેના પરિવારજનો તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ માર્ગમાં જ માસૂમે જીવ છોડી દીધો હતો. જેને લીધે મૃતકના પરિવારમાં ઊહાપોહ ઊભો થયો છે.
બગીચામાં રમી રહ્યો હતો દીકરો, કૂતરાએ ફાડી ખાધો:
મિર્ઝાપુરમાં આવેલ પાડલી ગ્રાંટ ગામમાંથી આ ઘટના સામે આવી છે. અહીં નિવાસી સઇદનો 8 વર્ષીય પુત્ર આમિરનાં ઘર નજીક રાવ માશૂકના કેરીના બગીચામાં રમી રહ્યો હતો ત્યારે ત્યાં અચાનક આવેલ રખડતા કૂતરાઓના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો. કૂતરાઓએ બાળકને બચકાં ભરીને લોહીલુહાણ કરી દીધો હતો.
બાળકના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. અફરાતફરીમાં તેને હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા હતા પણ બદનસીબે રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું. હોસ્પિટલના ડોકટર દ્વારા પણ તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે સમગ્ર પરિવારમાં માતમ છવાયો છે.
સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી:
આ ઘટનાને લઈ સ્થાનિકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આની સાથે જ ગામના આગેવાન મોહમ્મદ કામિલ, મહેરબાન, ભૂરા, મુકીમ, દિલશાદ, નોમાન, ગુફરાન, આલિમ, શહઝાદ, ઉસ્માન, વાજિદ, બિલાલ તેમજ સુલેમાન દ્વારા રખડતા કૂતરાઓને પકડવાની માગ કરવામાં આવી છે.
આ સાવધાની રાખવી જરૂરી:
કૂતરો કંઈ ખાઈ-પી રહ્યો હોય તો તેની નજીક જવું જોઈએ નહીં. જો કૂતરાનાં બચ્ચાં તેની સાથે છે તો તેની પાસે જવાનું ટાળવું જોઈએ. કૂતરા અંદરોદર લડી રહ્યા હોય તો એનાથી દૂર જ રહેવું જોઈએ. આની સાથે જ સૂઈ રહેલા કૂતરાને છંછેડવો જોઈએ નહીં. કૂતરાની એકદમ પાસેથી ભાગદોડ કરવી જોઈએ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.