માસ પ્રમોશન: ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના કેસ ઉપર જઈ થયા છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ ને પોતાની પરીક્ષાઓની ચિંતા સતાવી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે તેવો નીર્ણય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
આ નિર્ણય એવા સમયે કરાયો છે જયારે રાજ્યના વાળી મંડળ દ્વારા પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી કે ધોરણ દસ અને ૧૨ ના સામાન્ય પ્રવાહને માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. ત્યારે ગુજરાત સરકારે પ્રજાલક્ષી નિર્ણય લઈને વિદ્યાર્થીઓને અને અને વાલીઓને મોટી રાહત આપી છે.
આ નિર્ણય નો અમલ માત્ર રેગ્ય્લાર વિદ્યાર્થીઓ માટે જ થશે. આ અગાઉ જાહેરાત કરાઈ હતી કે કોરોના કેસની આગામી પરિસ્થિતિઓને જોઇને નિર્ણય કરવામાં આવશે. અગાઉ CBSE બોર્ડ એ પણ પરીક્ષાઓ રદ્દ કરીને માસ પ્રમોશન ની જાહેરાત કરાઈ હતી.
મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી અને સચિવોની મળેલી બેઠક બાદ કોરોનાની સમીક્ષા અને ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લઇ શકવાના પ્રમાણો ની ચર્ચા બાદ નિર્ણય કરાયો છે કે ધોરણ દસ ના રેગ્યુલર વિદ્યાર્થીઓને પરીક્ષોમાંથી રાહત આપીને આ વર્ષ પૂરતા માસ પ્રમોટ કરવા અને આગળના ધોરણમાં મોકલવા.
રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે. શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-૧૦માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી. કોર કમિટિની આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્ર સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવઓ સર્વ પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.