16 વર્ષની કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ કરીને નરાધમોએ બનાવ્યો વીડિયો- જુઓ અહી

રાજસ્થાનના અલવરના ભીવાડીમાં એક 16 વર્ષની સગીર કિશોરી સાથે હેવાનિયતનો મામલો સામે આવ્યો છે. કેટલાક નરાધમો છોકરીનું અપહરણ કરી એક બંધ રૂમમાં લઈ ગયા અને બાળકી સાથે મારપીટ કરતા તેની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે.

આ ઘટના બાદ બાળકીની હાલત ખરાબ છે. જેને ભીવાડીના હોસ્પિટલમાંથી ઈલાજ માટે લઇ જતા તેને અલવર રેફર કરવામાં આવી છે. આ ઘટના 10 મે ની જણાવાઈ રહી છે.પરિવારજનો ૧૧ મેના રોજ ભીવાડીના મહિલા પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ કેસ નોંધાયો ન હતો. જ્યારે બુધવારે બાળકીને દુખાવો વધારે થવા લાગ્યો હતો, પરિવારજનો જાતે જ બાળકીને લઇ હોસ્પિટલ પહોંચી ગયા. ત્યાં ડૉક્ટરે ફોન કરી પોલીસને બોલાવી ત્યારે જઈને પોલીસે એફઆઈઆરની કોપી હોસ્પિટલમાં મોકલાવી.

પીડિત બાળકીના પિતાએ જણાવ્યું કે તેની 16 વર્ષની દીકરી પોતાના ઘરેથી કાકાને મળવા માટે નીકળી હતી. ત્યારે રસ્તામાં કેટલાક યુવકોએ તેની સાથે મારપીટ કરી અને તેનું અપહરણ કરી એક બંધ રૂમમાં લઈ ગયા. જ્યાં તેના પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું અને એક યુવકે તેના અશ્લીલ વીડિયો પણ બનાવ્યો.

તેમજ ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસમાં હરકત આવી અને બાળકીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો અને તપાસ શરૂ કરી. પોલીસનુ માનીએ તો આ ઘટનાથી સંબંધિત કેટલાક છોકરાઓને ગિરફતાર કરવામાં આવ્યા છે. જેની સાથે પુછપરછ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *